તેમના પિતા રમેશ તેંડુલકર, જેઓ જાણીતા મરાઠી નવલકથાકાર હતા, તેમણે સચિનનું નામ તેમના પ્રિય સંગીતકાર સચિન દેવ બર્મનના નામ પરથી રાખ્યું હતું.
અર્જુન તેંડુલકરનો લખનૌ સુપર જાયન્ટ્સ સાથે નવો અધ્યાય
સચિનના જન્મદિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે, પરંતુ આકર્ષણનું કેન્દ્ર તેમના પુત્ર અર્જુન તેંડુલકરનો વીડિયો રહ્યો છે. અર્જુન અત્યારે IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટીમનો હિસ્સો છે. નોંધનીય છે કે અર્જુન અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયેલો હતો, પરંતુ IPL 2026 પહેલા ટ્રેડ વિન્ડો દ્વારા તે લખનૌની ટીમમાં સામેલ થયો હતો. જોકે, આ સિઝનમાં તેને હજુ સુધી ડેબ્યૂ કરવાની તક મળી નથી, તેમ છતાં તે ટીમની પ્રવૃત્તિઓમાં સક્રિય જોવા મળે છે.
"હું કેક નહીં ખાઈશ": અર્જુનનો ફિટનેસ પ્રત્યેનો લગાવ
લખનૌ સુપર જાયન્ટ્સે સચિનને શુભેચ્છા પાઠવવા માટે અર્જુનનો એક મજેદાર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અર્જુન કેકની પ્લેટ હાથમાં લઈને તેના પિતાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતો દેખાય છે. જોકે, પોતાની ફિટનેસ અને ડાયટ પ્રત્યેની શિસ્ત બતાવતા તેણે રમુજી અંદાજમાં કહ્યું કે, "જન્મદિવસની શુભકામનાઓ પપ્પા, પણ હું આ કેક નહીં ખાઈશ કારણ કે હું ખૂબ જ ઓછી ખાંડ (Low Sugar) ખાવાનું પસંદ કરું છું." અર્જુનની આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે તે તેના પિતાની જેમ જ રમત પ્રત્યે અત્યંત સમર્પિત છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
LSG દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, "સચિન સર, અર્જુન અને અમારા તરફથી તમારા માટે એક કેક, જન્મદિવસની શુભેચ્છાઓ." આ વીડિયો જોતજોતામાં વાયરલ થઈ ગયો છે અને ચાહકો અર્જુનની ફિટનેસ પ્રત્યેની જાગૃતિના વખાણ કરી રહ્યા છે. આખો દેશ જ્યારે માસ્ટર બ્લાસ્ટરના 53મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે અર્જુનનો આ સંદેશ પિતા-પુત્ર વચ્ચેના પ્રેમાળ અને શિસ્તબદ્ધ સંબંધોની ઝલક આપે છે.
આ પણ વાંચો: IPL 2026: ગન છોડી બોલ પકડ્યો, ગુનાની દુનિયા છોડી વાનખેડેમાં ચમક્યો આ સિતારો!