આઈપીએલ 2026ની 9 એપ્રિલના રોજ ઇડન ગાર્ડન ખાતે રમાયે KKR અને LSGની મેચ બહુ રોમાચંક રહી. આ મેચમાં અંતિમ બોલમાં LSGને જીત અપાવનાર મુકુલ ચૌધરી આજે સમાચારોની હેડલાઈન બન્યો છે. 21 વર્ષીય મુકુલ ચૌધરીની વિસ્ફોટક અને શાનદર બેટિંગની ક્રિકેટના ફેન્સ અને સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ક્રિકેટ ચાહકોને પસંદ આવી મુકુલ ચૌધરીને ધોની સ્ટાઈલ. 9 એપ્રિલે ઇડન ગાર્ડનમાં રમાયેલ મેચનો હિરો મુકુલ ચૌધરી છે. LSGના માલિક પણ તેના પ્રદર્શનથી પ્રભાવિત થયા હતા. જો કે મુકુલ ચૌધરીને આ સફળતા મેળવવા કઠિન સંઘર્ષ કરવો પડયો.
મુકુલને ક્રિકેટર બનાવા પિતાએ વેચ્યું ઘર
મુકુલ ચૌધરીની વાર્તા માત્ર ક્રિકેટના મેદાન પર મળતી સફળતાની નથી, પણ એક પિતાના પાગલપન અને પુત્રના લોહી-પરસેવાની છે. રાજસ્થાનના એક નાનકડા ગામ 'ખેડારો કી ધાની' માંથી નીકળીને IPL ના ઝાકઝમાળ સ્ટેજ સુધી પહોંચનારા મુકુલ ચૌધરીનો પ્રવાસ હૃદયસ્પર્શી છે. વાર્તા ૨૦૦૩થી શરૂ થાય છે જ્યારે મુકુલના પિતા દલીપ ચૌધરીએ નક્કી કર્યું કે જો તેમને પુત્ર થશે તો તેને ક્રિકેટર જ બનાવશે. RAS ની તૈયારીમાં નિષ્ફળતા અને રિયલ એસ્ટેટમાં નુકસાન છતાં દલીપનો ઈરાદો ડગમગ્યો નહીં. ૨૦૧૬માં દીકરાની કારકિર્દી માટે તેમણે પોતાનું ઘર 21 લાખમાં વેચી દીધું અને તમામ રૂપિયા મુકુલના ક્રિકેટ પાછળ લગાવી દીધા.
કઠિન સંઘર્ષ મળે છે જરૂર સફળતા
પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે હોટલના બિઝનેસમાં દેવું થઈ ગયું. બેંકના હપ્તા ન ભરી શકવાને કારણે દલીપને જેલમાં પણ જવું પડ્યું. આ મુશ્કેલ સમયમાં સંબંધીઓએ સાથ આપવાને બદલે ટોણા માર્યા કે, "પોતાનું જીવન તો બરબાદ કર્યું, હવે દીકરાનું જીવન છોડી દે." પરંતુ દલીપે હાર માની નહીં અને મુકુલે આ બધું મૌન રહીને જોયું. મુકુલ ચૌધરીનને આજે મળેલ સફળતા સાબિત કરે છે કે જ્યારે પિતાનો વિશ્વાસ અને પુત્રની મહેનત એક થાય છે, ત્યારે નસીબને પણ નમવું પડે છે. આજે મુકુલ માત્ર રન નથી બનાવી રહ્યો, પણ તે પિતાના ત્યાગની કિંમત ચૂકવી રહ્યો છે.
પિતા-પુત્રનો સંઘર્ષ સફળ થયો, મુકુલ બન્યો સ્ટાર ક્રિકેટર
વર્ષોનો આ સંઘર્ષ ત્યારે ફળ્યો જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સે મુકુલ ચૌધરીને ₹2.60 કરોડમાં ખરીદ્યો. મુકુલનું પહેલું વચન પિતાનું તમામ દેવું ચૂકવવાનું હતું. જોકે, IPLની સફર સરળ નહોતી. હૈદરાબાદ સામેની મેચમાં ટીમ જીતી ન શકી ત્યારે મુકુલ ડ્રેસિંગ રૂમમાં રડી પડ્યો હતો. પરંતુ પિતાના પ્રોત્સાહનથી તેણે બીજી જ મેચમાં શાનદાર ફિનિશરની ભૂમિકા ભજવી ટીમને વિજય અપાવ્યો. મુકુલ એમ.એસ. ધોનીને પોતાનો આદર્શ માને છે. ઘરેલુ ક્રિકેટમાં ૨૦૨૫-૨૬ અંડર-૨૩ લિસ્ટ એ ટ્રોફીમાં તેણે ૩૯ છગ્ગા ફટકારીને સનસનાટી મચાવી હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ તેની ફિનિશિંગ ક્ષમતાએ સૌનું ધ્યાન ખેંચ્યું.
આ પણ વાંચો : IPL 2026: ગુવાહાટીમાં RR vs RCB મેચ પર વરસાદનું સંકટ? જાણો લેટેસ્ટ વેધર અપડેટ અને હેડ ટુ હેડ રેકોર્ડ