આ ઇનિંગના અસલી હીરો સંજુ સેમસન રહ્યા હતા, જેમણે માત્ર 54 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 101 રન બનાવ્યા હતા. એક તરફ વિકેટો પડતી રહી હોવા છતાં સેમસને મુંબઈના બોલરો પર દબાણ જાળવી રાખ્યું હતું.
મુંબઈ ઇન્ડિયન્સનો બેટિંગ પતજોડ અને શરમજનક હાર
208 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાવરપ્લેમાં જ મહત્વની વિકેટો ગુમાવ્યા બાદ ટીમ ક્યારેય લય પકડી શકી નહીં. માત્ર તિલક વર્મા (37) અને સૂર્યકુમાર યાદવ (35) થોડો સંઘર્ષ કરી શક્યા, પરંતુ બાકીના બેટ્સમેનો સ્પિનરો સામે લાચાર દેખાયા. પરિણામે, આખી ટીમ 19 ઓવરમાં માત્ર 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને મુંબઈએ 103 રનથી હાર વેઠવી પડી, જે તેમના IPL ઇતિહાસની સૌથી મોટી હાર સાબિત થઈ.
CSK ની ધારદાર બોલિંગ અને અકીલ હુસૈનનો તરખાટ
ચેન્નાઈની આ મોટી જીતમાં બોલરોનો ફાળો અત્યંત મહત્વનો રહ્યો હતો. ખાસ કરીને સ્પિનર અકીલ હુસૈને કાતિલ બોલિંગ કરતા માત્ર 17 રન આપીને 4 વિકેટ ઝડપી હતી, જે આ સિઝનનું તેનું ત્રીજું શ્રેષ્ઠ પ્રદર્શન છે. તેને નૂર અહેમદનો પૂરો સાથ મળ્યો, જેણે 23 રન આપીને ૨ વિકેટ લીધી. આ સ્પિન જોડીએ મુંબઈના મધ્યક્રમને સાવ વેરવિખેર કરી નાખ્યો હતો. મુંબઈ તરફથી અશ્વિની કુમાર અને અલ્લાહ ગઝનફરે 2-2 વિકેટ લીધી હતી, જ્યારે જસપ્રીત બુમરાહે કરકસરયુક્ત બોલિંગ કરી હતી.
હાર્દિક પંડ્યાનો પ્રતિભાવ અને રુતુરાજની રણનીતિ
મેચ બાદ હાર્દિક પંડ્યાએ પિચનો બચાવ કરતા જણાવ્યું કે હારનું મુખ્ય કારણ પાવરપ્લેમાં નબળી બેટિંગ અને સતત વિકેટો પડવી હતી. તેણે સંજુ સેમસનની પ્રશંસા કરી અને સ્વીકાર્યું કે શરૂઆતની નિષ્ફળતાને કારણે ટીમ દબાણમાં આવી ગઈ હતી. બીજી તરફ, CSKના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે આ જીત મુકેશ ચૌધરીને સમર્પિત કરી અને ટીમના સામૂહિક પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી. ગાયકવાડે ખુલાસો કર્યો કે પિચ પર બોલ સરળતાથી આવતો ન હોવાથી તેઓએ શરૂઆતથી જ લાંબી ઇનિંગ રમવાનું આયોજન કર્યું હતું.
આ પણ વાંચો: IPL 2026: ચેન્નાઈની ઐતિહાસિક જીત અને પોઈન્ટ ટેબલનું સમીકરણ સમજો બસ એક ક્લિકમાં