બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ઘણા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ભારે રસાકસી બાદ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને મુસ્તફિઝુરને ₹9.20 કરોડમાં ખરીદ્યા હતા. ત્યારબાદ થોડા જ સમયમાં મુસ્તફિઝુર રહેમાનને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે. ક્રિકેટ વર્તુળ બહારના લોકોએ મુસ્તફિઝુરના IPL રમવા પર પ્રતિબંધની માગ કરતાં KKRમાં મુક્ત કરાયો હતો. દરમિયાન હાલમાં જયારે ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને લઈને પ્રશ્ન પૂછવા પર ભૂતપૂર્વ બાંગ્લાદેશી કેપ્ટન મોહમ્મદ નબીનો પત્રકાર ફૂટ્યો ગુસ્સો. જાણો શું છે સમગ્ર મામલો.
બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાન વિવાદમાં
IPL 2026 ની હરાજીમાં બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન કેન્દ્રસ્થાને રહ્યા છે. મુસ્તફિઝુરને લઈને ઉઠેલા વિવાદ બાદ તેમને આઈપીએલથી દૂર કરાયા હતા. જેના બાદ ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં પણ તિરાડ આવી. મુસ્તફિઝરુ મામલે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ નારાજ થયું હતું. આ વિવાદની આગામી વર્લ્ડકપ પર પણ અસર થઈ રહી છે. આ સમગ્ર વિવાદમાં હવે અફઘાનિસ્તાનના અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ નબી પણ ચર્ચામાં આવ્યા છે.
મુસ્તફિઝુર રહેમાન મુદ્દે મોહમ્મદ નબી ક્રોધે ભરાયા
હાલમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) માં 'નોઆખલી એક્સપ્રેસ' તરફથી રમી રહેલા નબીને જ્યારે મુસ્તફિઝુર વિવાદ પર પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા હતા. નબીએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું, "ભાઈ, આ બાબતને મારી સાથે શું લેવાદેવા? મારે મુસ્તફિઝુર કે રાજકારણ સાથે શું સંબંધ છે?" નબીના આ નિવેદને સ્પષ્ટ કરી દીધું છે કે ખેલાડીઓ રમતને રાજકારણથી દૂર રાખવા માંગે છે. નોંધનીય છે કે નબી લાંબા સમય સુધી IPL નો ભાગ રહ્યા છે અને છેલ્લે 2024 માં રમ્યા હતા.
સોશિયલ મીડિયા પર વિરોધ અને BCCI નો હસ્તક્ષેપ
જણાવી દઈએ કે બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનનો આ વિવાદ ત્યાં ઉદભવેલ સ્થિતિ પણ કારમ છે. કારણ કે અત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારો થઈ રહ્યાના અહેવાલો આવી રહ્યા છે. એટલે જયારે બાંગ્લાદેશી ખેલાડીને શાહરૂખ ખાનની ફ્રેન્ચાઈઝી KKR ટીમમાં સામેલ કર્યો. ત્યારે શાહરૂખ ખાન, KKR અને મુસ્તફિઝુર રહેમાન વિરુદ્ધ દેશમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયામાં કિંગ ખાનથી લઈને તેની ટીમનો બોયકોટ કરવાની અપીલ કરી હતી. ચાહકોની લાગણીને ધ્યાનમાં રાખીને, BCCI એ આક્રમક વલણ અપનાવ્યું અને KKR ને મુસ્તફિઝુરને મુક્ત (Release) કરવા આદેશ આપ્યો. KKR એ આ આદેશનું પાલન કરીને ખેલાડીને ટીમમાંથી બહાર કર્યો છે.
આ પણ વાંચો : T20 WC 2026: બાંગ્લાદેશના જુઠ્ઠાણાનો પર્દાફાશ, ICCએ BCBને આપ્યો ઠપકો