વિવાદનું મુખ્ય કારણ યુવા ખેલાડી જેકબ બેથેલ છે, જે હાલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમનો ભાગ છે.

પીટરસને કૂકને સલાહ આપી

બેથેલને આ સિઝનમાં હજુ સુધી પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી, જેના પગલે એલિસ્ટર કૂકે સલાહ આપી હતી કે બેન્ચ પર બેસી રહેવા કરતાં બેથેલે ભારત છોડીને ઇંગ્લેન્ડ પરત ફરવું જોઈએ અને ત્યાં કાઉન્ટી ક્રિકેટ રમીને પોતાના ફોર્મ પર ધ્યાન આપવું જોઈએ. એલિસ્ટર કૂકના આ નિવેદન પર કેવિન પીટરસને આકરા પ્રહાર કર્યા છે. પીટરસને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કૂકને IPL જેવી મોટી લીગમાં રમવાનો કે તેના વાતાવરણનો કોઈ અનુભવ નથી, તેથી તેમના મંતવ્યો ગેરવ્યાજબી છે.

https://twitter.com/KP24/status/2047189262479585496

IPLનું વાતાવરણ ઉત્તમ

પીટરસને જેકબ બેથેલને ભારતમાં જ રહેવાની મક્કમ સલાહ આપી છે. તેમણે દલીલ કરી હતી કે જો બેથેલને મેચ રમવાની તક ન મળે તો પણ, વિરાટ કોહલી જેવા દિગ્ગજો અને વિશ્વકક્ષાના કોચિંગ સ્ટાફ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાથી જે શીખવા મળશે તે કાઉન્ટી ક્રિકેટના અનુભવ કરતા ક્યાંય વધુ મૂલ્યવાન હશે. પીટરસનના મતે, IPLનું વાતાવરણ યુવા ખેલાડીઓના માનસિક અને ટેકનિકલ વિકાસ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે જે અન્ય ક્યાંય મળવું મુશ્કેલ છે.

બેથેલે વલણ સ્પષ્ટ કર્યું

બીજી તરફ, જેકબ બેથેલે પોતે પણ આ વિવાદમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સ્કાય સ્પોર્ટ્સ પોડકાસ્ટ દરમિયાન વાત કરતા બેથેલે જણાવ્યું કે તે RCB સાથે જ રહેવા માંગે છે અને તેને આ લીગનું વાતાવરણ ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તેણે એલિસ્ટર કૂકની સલાહને નકારી કાઢતા કહ્યું કે, IPLમાં રહેવાનો સાચો અનુભવ માત્ર ટીમની સાથે જોડાઈને જ મેળવી શકાય છે. આમ, યુવા ખેલાડીએ અત્યારે મેચ રમવા કરતા શીખવાની પ્રક્રિયાને વધુ મહત્વ આપ્યું છે.

આ પણ વાંચો: "પણ હું કેક નહીં ખાઉં",,, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના 53માં જન્મદિવસ પર પુત્ર અર્જુને ખાસ અંદાજમાં પાઠવી શુભેચ્છા