વર્ષ 2008માં જ્યારે વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો, ત્યારે તે ફાઇનલ મેચનો અસલી હીરો અજિતેશ હતો.


મેદાનથી ઇન્કમ ટેક્સ ઓફિસ સુધીની સફર

ક્રિકેટના મેદાનથી ઇન્કમ ટેક્સ ઓફિસ સુધીની સફર વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન છતાં અજિતેશની પ્રોફેશનલ ક્રિકેટર તરીકેની સફર લાંબી ચાલી શકી નહીં. આઈપીએલની પ્રથમ સિઝનમાં કિંગ્સ XI પંજાબે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ તેને મેદાનમાં ઉતરવાની તક મળી નહોતી. ઘરેલુ ક્રિકેટમાં બરોડા તરફથી રમતા તેણે 10 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 24 વિકેટ ઝડપી હતી. જોકે, ક્રિકેટમાં મર્યાદિત તકોને જોતા તેણે સ્થિર ભવિષ્ય માટે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ આવકવેરા વિભાગમાં નોકરી સ્વીકારી લીધી અને રમતમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

અજિતેશના લોહીમાં રહેલું ક્રિકેટ જીવંત

સરકારી નોકરીની સાથે અમ્પાયરિંગનો નવો પડકાર વર્ષો સુધી ઇન્કમ ટેક્સ ઓફિસર તરીકે ફરજ બજાવ્યા બાદ પણ અજિતેશના લોહીમાં રહેલું ક્રિકેટ જીવંત રહ્યું. તેણે રમત સાથે જોડાયેલા રહેવા માટે અમ્પાયરિંગને નવો રસ્તો બનાવ્યો. 2023માં તેણે BCCIની અમ્પાયરિંગ પરીક્ષા પાસ કરી અને ડોમેસ્ટિક ક્રિકેટ તેમજ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં અમ્પાયર તરીકે અનુભવ મેળવવાનું શરૂ કર્યું. તેની મહેનત અને સચોટ નિર્ણયો લેવાની ક્ષમતાને કારણે તેને ખૂબ જ ટૂંકા ગાળામાં દેશની સૌથી મોટી ક્રિકેટ લીગ સુધી પહોંચવામાં સફળતા મળી.

ડેબ્યૂ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું

IPL 2026માં ડેબ્યૂ અને એક નવો ઈતિહાસ IPL 2026ની 32મી મેચમાં જ્યારે રાજસ્થાન અને લખનૌની ટીમો આમને-સામને હતી, ત્યારે અજિતેશ અર્ગલે અમ્પાયર તરીકે પોતાનું ડેબ્યૂ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એક સમયે જે ખેલાડીએ મેદાન પર બોલથી તરખાટ મચાવ્યો હતો, તે જ ખેલાડી હવે સફેદ હેટ પહેરીને નિર્ણાયકની ભૂમિકામાં જોવા મળ્યો. વિરાટ કોહલી આજે પણ મેદાન પર રમી રહ્યો છે, ત્યારે તેના જૂના સાથીદારને અમ્પાયર તરીકે જોવો એ ક્રિકેટ ચાહકો માટે એક ભાવુક અને ગૌરવપૂર્ણ ક્ષણ બની રહી છે.

આ પણ વાંચો: MI vs CSK IPL 2026: રન લેવા બાબતે થયો મોટો ડખો, અમ્પાયરે વચ્ચે પડવું પડ્યું! જાણો શું હતી પૂરી ઘટના


  • Follow us on: