બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલા IPL મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની ટક્કરમાં એક અનિચ્છનીય ઘટના બની. ફીલ્ડિંગ દરમિયાન દિલ્હી કેપિટલ્સના ઝડપી બોલર મુકેશ કુમારને ઈજા થઈ. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ટીમે પ્રથમ 10 ઓવરમાં લગભગ 100 રન બનાવી લીધા હતા
RCB તરફથી ઈનિંગની શરૂઆત મજબૂત રહી હતી. વિરાટ કોહલી અને ફિલ સોલ્ટે ઓપનિંગમાં 52 રનની ભાગીદારી કરી હતી. ટીમે પ્રથમ 10 ઓવરમાં લગભગ 100 રન બનાવી લીધા હતા, પરંતુ અંતે તેઓ 20 ઓવરમાં 175/8 સુધી જ પહોંચી શક્યા હતા. 18મી ઓવરમાં લુંગી એનગિડીની બોલિંગ દરમિયાન આ ઘટના બની હતી. જિતેશ શર્માના શોટને રોકવાનો પ્રયાસ કરતા મુકેશ કુમારે ડાઈવ લગાવી હતી, પરંતુ તે સમયે તેમને ઈજા થઈ ગઈ. તેમના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તરત જ મેડિકલ ટીમ મેદાનમાં આવી પહોંચી હતી.













