ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં 10 ફ્રેન્ચાઇઝીઓની સ્ક્વોડમાં અમુક ફેરફાર જોવા મળશે, જેમાં ચેન્નઈ સુપર કિંગ્સનો લાંબા સમયથી ભાગ રહેલા રવીન્દ્ર જાડેજા આ વખતે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો જોવા મળશે. જાડેજાએ આઈપીએલમાં પોતાનું ડેબ્યૂ રાજસ્થાન રોયલ્સ તરફથી કર્યું હતું, ત્યારબાદ તે સીએસકેનો ભાગ બન્યો હતો. 37 વર્ષનો જાડેજા 17 વર્ષ બાદ ફરી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો છે. રાજસ્થાને રવીન્દ્ર જાડેજાને ઓક્શન પહેલા સીએસકે પાસેથી ટ્રેડ ડીલ દ્વારા તેને પોતાની સ્ક્વોડમાં સામેલ કર્યો હતો. ત્યારબાદ હવે રાજસ્થાન રોયલ્સના પ્રી-સિઝન કેમ્પનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જાડેજા અને વૈભવ સૂર્યવંશીની મુલાકાત થઈ.
રવીન્દ્ર જાડેજા અને વૈભવ વિડીયો આવ્યો સામે
વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોગત વર્ષે વૈભવ સૂર્યવંશીએ શાનદાર ઇનિંગ્સ રમીયલ્સ તરફથી ગત આઈપીએલ સીઝનમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 14 વર્ષના આ ખેલાડીએ પોતાની બેટિંગ પ્રતિભાથી બધાને નવાઈમાં મૂકી દીધા હતા. ગત વર્ષે વૈભવ સૂર્યવંશીએ શાનદાર ઇનિંગ્સ રમી છે. જેની ચર્ચા આખા ક્રિકેટ જગતમાં જોવા મળી. હવે રાજસ્થાન રોયલ્સ તરફથી રવીન્દ્ર જાડેજા અને વૈભવ સૂર્યવંશીનો જે વીડિયો શેર કરવામાં આવ્યો છે, તેમાં બંને વચ્ચે શું વાતચીત થઈ તે પણ સામે આવ્યું. આ વીડિયોમાં સૌથી પહેલા રવીન્દ્ર જાડેજા જોવા મળે છે અને પાછળથી વૈભવ સૂર્યવંશીનો અવાજ આવે છે કે, 'ખૂબ જ સારું રમ્યા' અને પછી જાડેજા તેને ધન્યવાદ કહે છે. ત્યારબાદ જાડેજા વૈભવને પૂછે છે કે, 'હાલ તો તું ડીવાઈ પાટિલમાં રમી રહ્યો હતો ને?' જવાબમાં સૂર્યવંશીએ કહ્યું કે, 'હા, કાલે જ આવ્યો છું.' જ્યારે સૂર્યવંશીએ આગળ કહ્યું કે, તે ટુર્નામેન્ટમાં ડીવાઈ પાટિલ બ્લુ માટે રમી રહ્યો હતો અને તેની ટીમ સેમિફાઇનલમાં હારી ગઈ હતી.
જાડેજાએ 3260 રન બનાવ્યા
રવીન્દ્ર જાડેજાએ વર્ષ 2008માં રાજસ્થાન રોયલ્સ તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું અને એ જ સીઝનમાં તેની ફ્રેન્ચાઇઝીએ શેન વોર્નની કેપ્ટનશિપમાં ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો. જાડેજાની ગણતરી આઈપીએલ ઇતિહાસના સૌથી અનુભવી ખેલાડીઓમાં કરવામાં આવે છે, જેમાં તે કુલ 254 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન જાડેજાએ 3260 રન બનાવ્યા છે જ્યારે બોલિંગમાં 170 વિકેટ ઝડપી છે.
આ પણ વાંચો - IPL 2026ની પ્રથમ મેચ કઈ 2 ટીમો વચ્ચે રમાશે ? શિડ્યૂલ પર આવ્યું લેટેસ્ટ અપડેટ