IPL ફક્ત વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ લીગ જ નથી, પરંતુ ખેલાડીઓ માટે જીવન બદલી નાખનારું પ્લેટફોર્મ પણ બની ગયું છે. 2008 માં શરૂ થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ 20 બિલિયન યુએસ ડોલરથી વધુના બિઝનેસ બની ચૂક્યો છે.

ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેંક હૌલિહાન લોકીએ એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં IPLનું કુલ બિઝનેસ વેલ્યૂ 20.6 બિલિયન ડોલર છે, જે આશરે 1.96 લાખ કરોડ રૂપિયા જેટલી હોવાનો અંદાજ છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે 2 ફ્રેન્ચાઈઝીઓએ પણ માલિકો બદલ્યા છે. RCB ફ્રેન્ચાઈઝીને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ, બ્લેકસ્ટોન અને આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા 1.78 બિલિયન ડોલરમાં હસ્તગત કરવામાં આવી હતી. આ દરમિયાન મિત્તલ પરિવાર અને આદર પૂનાવાલાએ સંયુક્ત રીતે રાજસ્થાન રોયલ્સ 1.65 કરોડ રૂપિયામાં સાઈન કરી હતી. માત્ર IPL જ નહીં, પરંતુ ટીમોની બ્રાન્ડ વેલ્યુ પણ આસમાને પહોંચી રહી છે.

1.96 લાખ કરોડ રૂપિયાની IPL

હૌલિહાન લોકી દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ આ વર્ષે IPLની બિઝનેસ વેલ્યૂમાં 11.4 ટકાનો વધારો થયો છે. પ્રતિ મેચ વેલ્યૂએશનની દ્રષ્ટિએ IPL હવે ફક્ત અમેરિકન ફૂટબોલ લીગ NFLથી પાછળ છે. ફક્ત IPLની બ્રાન્ડ મૂલ્યમાં 4.3 બિલિયન ડોલરનો વધારો થયો છે.

RCB સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી મૂલ્યવાન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ છે. RCBની બ્રાન્ડ વેલ્યુ 16 ટકા વધીને 312 મિલિયન યુએસ ડોલર થઈ ગઈ છે, જેનાથી તે 300 મિલિયન ડોલરના મૂલ્યને વટાવનારી પ્રથમ ટીમ બની છે. 2025માં બેંગલુરુનું વેલ્યૂ 269 મિલિયન ડોલર હતું.

સૌથી મૂલ્યવાન ટીમોમાં મુંબઈ ઈન્ડિયન્સ બીજા નંબરે છે, જેની કિંમત 264 મિલિયન ડોલર છે. કોલકાતા નાઈટ રાઈડર્સ 245 મિલિયન ડોલરની વેલ્યૂ સાથે ત્રીજા નંબરે છે. તેમના પછી 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો નંબર આવે છે.

કોની બ્રાન્ડ વેલ્યુ કેટલી છે?

RCB - 312 મિલિયન ડોલર

MI - 264 મિલિયન ડોલર 

KKR - 245 મિલિયન ડોલર

CSK - 244 મિલિયન ડોલર

SRH – 168 મિલિયન ડોલર

RR - 161 મિલિયન ડોલર

PBKS - 158 મિલિયન ડોલર

GT - 157 મિલિયન ડોલર

DC - 156 મિલિયન ડોલર

LSG - 122 મિલિયન ડોલર

આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?