ભારતની 17 વર્ષની યુવા મહિલા તીરંદાજ કુમકુમ મોહોડે એશિયન ગેમ્સ 2026 માં વ્યક્તિગત રિકર્વ તીરંદાજી ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. કુમકુમ રિકર્વ ઇવેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે, જેમાં તેણીએ ગોલ્ડ મેડલ મેચમાં દક્ષિણ કોરિયન ખેલાડીને હરાવીને મેડલ જીત્યો હતો. કુમકુમ અને ઓહ યેજિન વચ્ચેનો ગોલ્ડ મેડલ મેચ, જે પાંચ સેટ સુધી ચાલ્યો હતો, ખૂબ જ રોમાંચક રહ્યો. મેચ ડ્રોમાં સમાપ્ત થયા પછી, તે શૂટ-ઓફમાં નક્કી થયો, જ્યાં કુમકુમે પોતાની પ્રતિભા બતાવી અને સચોટ શોટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો.

દક્ષિણ કોરિયામને હરાવી 

કુમકુમ મોહોદે સુવર્ણ ચંદ્રકની મેચમાં દક્ષિણ કોરિયાની ઓહ યેજિન સામે મુકાબલો કર્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચેની આ મેચ શરૂઆતથી જ રોમાંચક રહી હતી. બંને તીરંદાજોએ શાનદાર પ્રદર્શન કરતાં એકબીજાને જોરદાર ટક્કર આપી હતી. પાંચ સેટ સુધી ચાલેલી આ મેચમાં કોઈપણ ખેલાડી સરળતાથી હાર માનવા તૈયાર નહોતી.

https://x.com/ANI/status/2106204657706295514?s=20


એશિયન ગેમ્સ ભારતનો દબદબો 

મેચના અંતે બંને ખેલાડીઓના સ્કોર બરાબર રહ્યા હતા. પરિણામ નક્કી કરવા માટે શૂટ-ઓફનો સહારો લેવાયો હતો. આવી સ્થિતિમાં ખેલાડી પર દબાણ ઘણું વધી જાય છે, કારણ કે માત્ર એક સચોટ નિશાન સમગ્ર મેચનું પરિણામ બદલી શકે છે.શૂટ-ઓફમાં કુમકુમ મોહોદે પોતાની એકાગ્રતા અને આત્મવિશ્વાસ જાળવી રાખ્યો હતો. તેણે નિશાન પર સચોટ તીર છોડીને દક્ષિણ કોરિયાની ખેલાડીને પાછળ છોડી દીધી હતી. આ સાથે જ કુમકુમના નામે એશિયન ગેમ્સનું સુવર્ણ ચંદ્રક નોંધાયું હતું.

નાની ઉંમરે કર્યો કમાલ 

કુમકુમની આ સફળતા ખાસ એટલા માટે પણ છે કે તેની ઉંમર માત્ર 17 વર્ષ છે. આટલી નાની ઉંમરે એશિયન ગેમ્સ જેવી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વ્યક્તિગત રિકર્વ તીરંદાજીમાં સુવર્ણ ચંદ્રક જીતવો તેની પ્રતિભા અને મહેનત દર્શાવે છે.ભારતીય તીરંદાજી માટે પણ આ જીત મહત્વપૂર્ણ બની છે. રિકર્વ તીરંદાજીમાં ભારત લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત પ્રદર્શન કરતું આવ્યું છે. હવે કુમકુમ મોહોદે મહિલા વ્યક્તિગત રિકર્વ વિભાગમાં ઐતિહાસિક સુવર્ણ ચંદ્રક મેળવીને પોતાનું નામ નોંધાવ્યું છે.સુવર્ણ ચંદ્રકની મેચમાં કુમકુમ અને ઓહ યેજિન વચ્ચેની ટક્કર દરમિયાન દરેક સેટમાં રોમાંચ જોવા મળ્યો હતો. મેચનો નિર્ણય પાંચ સેટ બાદ પણ ન થતાં શૂટ-ઓફ સુધી પહોંચ્યો હતો. અહીં કુમકુમના એક સચોટ નિશાનથી ભારતની જીત નિશ્ચિત થઈ હતી.

આ પણ વાંચો - Asian Games 2026 Live : કુમકુમ મોહોડે ગોલ્ડ મેડલ જીત્યો, ભારતનો 17મો ગોલ્ડ મેડલ