હૃદયરોગનો હુમલો આવ્યા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી માત્ર સંગીત જગત જ નહીં, પણ ક્રિકેટ વિશ્વ પણ શોકમાં ગરકાવ છે.
આશા તાઈ અમારા પરિવારનો ભાગ હતા:સચિન તેંડુલકર
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર અને આશા ભોંસલે વચ્ચે ગાઢ સંબંધ હતો. સચિન તેમને પોતાની મોટી બહેન સમાન માનતા હતા. સોશિયલ મીડિયા પર અત્યંત ભાવુક પોસ્ટ શેર કરતા સચિને લખ્યું કે "આશા તાઈ અમારા પરિવારનો એક ભાગ હતા. આજે જે ઊંડા દુ:ખનો અનુભવ થઈ રહ્યો છે, તેને વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડે છે. એક ક્ષણ માટે હૃદય શાંત થઈ જાય છે, તો બીજી જ ક્ષણે તેમણે આપેલી અસંખ્ય ધૂનોમાં ખોવાઈ જાય છે. આભાર તાઈ, અમારા જીવનને હૂંફ અને અવિસ્મરણીય સંગીતથી ભરવા બદલ."
