લિયોનેલ મેસ્સીના પિતા જોર્જ મેસ્સીનું 8 ઓગસ્ટના રોજ 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. આ પછી લિયોનેલ મેસ્સીએ 12 ઓગસ્ટના રોજ તેમના પિતાના અવસાન પર પહેલીવાર મૌન તોડ્યું જેમાં તેને સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી જેમાં તેમણે ભવિષ્યમાં ફૂટબોલ રમવા અંગે શંકા વ્યક્ત કરી હતી.

લિયોનેલ મેસ્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેમના પિતા જોર્જ સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો અને એક નોટ પણ શેર કરી જેમાં તેને લખ્યું કે તેઓ આ મોટી ખોટ સ્વીકારી શકતા નથી અને તેને સમજાતું નથી કે તે તેના પિતા વિના જીવનમાં કેવી રીતે આગળ વધશે કારણ કે તેઓ મારા બેસ્ટ મિત્ર, માર્ગદર્શક અને એજન્ટ પણ હતા.

મને ખબર નથી કે આગળ કેવી રીતે આગળ વધવું

પિતાના અવસાન પછી લિયોનેલ મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે "મને ખબર નથી કે હું તમારા વિના શું કરીશ. મને ખબર નથી કે આગળ કેવી રીતે વધવું. હું ફક્ત ફૂટબોલ રમી રહ્યો હતો, પરંતુ હવે મારી પાસે ઘણા સવાલો છે કે શું હું ચાલુ રાખી શકીશ." મેસ્સીએ સમજાવ્યું કે તેના પિતાએ તેને દરેક બાબતમાં સપોર્ટ આપ્યો અને હંમેશા તેના નિર્ણયોમાં વિશ્વાસ રાખ્યો. "બધા માટે આભાર. હું તમને પ્રેમ કરું છું, પપ્પા."

https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1

વર્લ્ડકપ શરૂ થવાના થોડા દિવસ પહેલા તે બીમાર પડ્યા 

પોતાની પોસ્ટમાં લિયોનેલ મેસ્સીએ સમજાવ્યું કે વર્લ્ડકપ 2026 શરૂ થવાના થોડા દિવસો પહેલા તેના પિતાની તબિયત અચાનક બગડી ગઈ હતી, જેના કારણે જોર્જ પહેલી વાર કોઈ ટુર્નામેન્ટમાં હાજરી આપી શક્યા ન હતા. "હું દરેક મેચ પછી મારા પિતાના મેસેજની રાહ જોતો હતો. મને તમારી ખૂબ જ યાદ આવશે, પણ તમે હંમેશા સાથે રહેશો. ખાસ કરીને મારા બાળકોને ઉછેરવામાં, કારણ કે હું તેમને એ જ રીતે શીખવીશ અને ઉછેરીશ જે રીતે તમે મને ઉછેર્યો છે."

મેસ્સીને રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો

મેસ્સીના પિતાના અવસાન પછી જ્યારે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, ત્યારે તેને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો, જેમાં રોનાલ્ડોએ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી અને લખ્યું છે કે લીઓ, આ મુશ્કેલ સમયમાં તને અને તારા પરિવારને મારું મોટું હગ, તમને ઘણી શક્તિ મળે.

આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન