ફૂટબોલની દુનિયામાં એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. આર્જેન્ટિનાના દિગ્ગજ સ્ટાર લિયોનેલ મેસીએ ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આર્જેન્ટિનાની જર્સીમાં 2 દાયકાથી વધુ સમય સુધી મેદાન પર જાદુ ચલાવનાર મેસ્સી હવે નેશનલ ટીમ માટે રમતા જોવા મળશે નહીં. 

લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપમાં આર્જેન્ટિનાએ 2022નો ફિફા વર્લ્ડકપ જીત્યો હતો. 2026માં ટીમે મેસ્સીની કેપ્ટનશીપમાં ફાઈનલ પણ રમી હતી, પરંતુ સ્પેન સામે હારી ગઈ હતી, જેના કારણે તે સતત બીજી વખત ટાઈટલ મેળવવાથી ચૂકી ગઈ હતી.

લિયોનેલ મેસ્સીની ઈમોશનલ પોસ્ટ

પોતાના ઈમોશનલ વિદાય મેસેજમાં લિયોનેલ મેસ્સીએ સમજાવ્યું કે આ નિર્ણય તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતો. તેને લખ્યું કે તેને પોતાના દેશ માટે બધું જ આપી દીધું છે અને હવે તેને લાગ્યું કે તેની પાસે આપવા માટે કંઈ વધ્યું નથી. મેસ્સીના મતે આ નિર્ણય ખૂબ જ ઈમોશનલ હતો, પરંતુ તેને લાગ્યું કે હવે યોગ્ય સમય છે. 

https://www.instagram.com/p/DctWzhYxElg/

મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે "ફાઈનલ પછી, કાળજીપૂર્વક વિચાર કર્યા પછી, તેને રાષ્ટ્રીય ટીમમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. આ એક એવો નિર્ણય હતો જેણે તેને ખૂબ દુઃખ આપ્યું હતું, પરંતુ તેને ખ્યાલ છે કે આ યોગ્ય સમય છે. તેને હંમેશા પોતાનું સર્વસ્વ આપ્યું છે, ફક્ત તાજેતરના વર્ષોમાં જ નહીં જ્યારે આપણે બધું જીતીએ છીએ, પરંતુ તે પહેલાં પણ. તેને હંમેશા આ જર્સી માટે સખત મહેનત કરી છે અને પોતાનું સર્વસ્વ આપ્યું છે, જેથી તમને આનંદ મળે અને ફૂટબોલ દ્વારા તમને આર્જેન્ટિનાના રહેવાસી હોવાનો ગર્વ થાય."

લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિના સાથેની સફર ઉતાર-ચઢાવથી ભરપૂર

લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિના સાથેની સફર ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે અને ઐતિહાસિક રહી છે. પોતાના કરિયર દરમિયાન તેને પોતાના દેશને ઘણી યાદગાર જીત અપાવી અને વિશ્વ ફૂટબોલમાં આર્જેન્ટિનાની પ્રતિષ્ઠા વધારી. 
એક સમય એવો હતો જ્યારે મોટી ટુર્નામેન્ટમાં સતત હાર બાદ મેસ્સીની ઈન્ટરનેશનલ કરિયર પર પ્રશ્નાર્થ ઊભો થયો હતો. પરંતુ તેને પાછા ફરીને પોતાની ટીમને એવી ઊંચાઈઓ પર પહોંચાડી જેની લાખો આર્જેન્ટિનાના ફેન્સ રાહ જોઈ રહ્યા હતા.

2022માં સપનું પૂર્ણ થયું

મેસ્સીના ઈન્ટરનેશનલ કરિયરની સૌથી યાદગાર ક્ષણ 2022માં આવી, જ્યારે તેને કતારમાં આર્જેન્ટિનાને વર્લ્ડકપ ટાઈટલ અપાવ્યું. 1986 પછી આ આર્જેન્ટિનાનું પહેલું વર્લ્ડ કપ ટાઈટલ હતું. મેસ્સીએ તે ટુર્નામેન્ટમાં 7 ગોલ કર્યા અને ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી.

વધુમાં મેસ્સીની કેપ્ટનશીપ હેઠળ આર્જેન્ટિનાએ 2021 અને 2024માં સતત 2 વાર કોપા અમેરિકા જીત્યું. તેને 2026ના વર્લ્ડકપની ફાઈનલમાં પણ ટીમનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ ફાઈનલમાં સ્પેન સામે હાર્યા બાદ આર્જેન્ટિના ખાલી હાથે પરત ફર્યું. આ મેસ્સીનો છઠ્ઠો વર્લ્ડકપ હતો. તે પુરુષોના વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ વખત રમનારા ખેલાડીઓમાંથી એક છે. તેને પોતાના કરિયરમાં 3 વર્લ્ડકપ ફાઈનલ રમી હતી. 2014 માં આર્જેન્ટિના જર્મની સામે હારી ગઈ. 2022માં ટીમ ચેમ્પિયન બની અને 2026માં તેને રનર-અપ રહીને સંતોષ માનવો પડ્યો. મેસ્સીએ તેના છેલ્લા વર્લ્ડકપમાં 8 ગોલ કર્યા અને 4 ગોલમાં આસિસ્ટ કર્યા.

પિતાના અવસાન પછી તેના કરિયર પર ઉભા થયા સવાલો

આ મહિનાની શરૂઆતમાં મેસ્સીએ તેમના પિતા જોર્જ મેસ્સીના મૃત્યુ પછી, તેના લાંબા ગાળાના રમત કરિયર અંગે શંકા વ્યક્ત કરી હતી, જેમનું 8 ઓગસ્ટના રોજ 68 વર્ષની વયે અવસાન થયું હતું. ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવા છતાં મેસ્સી ક્લબ સ્તરે રમવાનું ચાલુ રાખશે. તે હાલમાં અમેરિકન મેજર લીગ સોકર ક્લબ ઈન્ટર મિયામીનો ભાગ છે. તેમનો વર્તમાન કરાર 2028 MLS સીઝન સુધી ચાલશે.

આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન