લિયોનેલ મેસ્સીએ આર્જેન્ટિનાની જર્સીમાં પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચને યાદગાર બનાવી દીધી. બ્યુનોસ આયર્સના મોન્યુમેન્ટલ સ્ટેડિયમમાં રમાયેલી બેનિન સામેની મેચમાં આર્જેન્ટિનાએ 3-0થી શાનદાર જીત મેળવી. મેસ્સીએ પેનલ્ટી દ્વારા એક ગોલ કર્યો અને 2 ગોલમાં આસિસ્ટ પણ આપી. આ રીતે તેમણે પોતાની 21 વર્ષ લાંબી આંતરરાષ્ટ્રીય સફરનો ભાવુક અંત કર્યો.

મેસ્સીની અંતિમ મેચમાં ભાવુક માહોલ

મેચ શરૂ થાય તે પહેલાં જ મોન્યુમેન્ટલ સ્ટેડિયમમાં મેસ્સીને ખાસ વિદાય આપવાની શરૂઆત થઈ ગઈ હતી. લગભગ 85,000 ચાહકોથી ભરેલા સ્ટેડિયમમાં સતત 'મેસ્સી-મેસ્સી'ના નારા ગુંજતા રહ્યા. મેદાન પર મેસ્સીની 10 નંબરની વિશાળ જર્સી પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.રાષ્ટ્રીય ગાન દરમિયાન મેસ્સી પોતાના બાળકો સાથે ભાવુક જોવા મળ્યા હતા. મેચ દરમિયાન પણ ચાહકોએ પોતાના પ્રિય ખેલાડીને અનેક વખત સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. મેસ્સીની જર્સીના નંબર 10ને ધ્યાનમાં રાખીને મેચની 10મી મિનિટે પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

https://x.com/LineasNoticias/status/2107609207864517036?s=20


અંતિમ મેચમાં મેસ્સીનો શાનદાર દેખાવ

મેસ્સીએ પોતાની અંતિમ મેચને માત્ર ઔપચારિક વિદાય બનવા દીધી નહીં, પરંતુ મેદાન પર પણ પોતાની છાપ છોડી. આર્જેન્ટિના માટે નિકોલસ ઓટામેન્ડીએ પ્રથમ ગોલ કર્યો, જેમાં મેસ્સીએ આસિસ્ટ આપી હતી. ત્યારબાદ નિકો પાઝે બીજો ગોલ કર્યો અને તેમાં પણ મેસ્સીનો મહત્વનો ફાળો રહ્યો.71મી મિનિટે મેસ્સીને પેનલ્ટી મળી અને તેમણે કોઈ ભૂલ કર્યા વિના તેને ગોલમાં ફેરવી દીધી. આ તેમનો આર્જેન્ટિના માટે 126મો આંતરરાષ્ટ્રીય ગોલ હતો. અંતે આર્જેન્ટિનાએ બેનિનને 3-0થી હરાવીને મેસ્સીને યાદગાર વિદાય આપી

https://x.com/m0_wt/status/2107662658409521237?s=20

208 મેચ, 126 ગોલ અને યાદગાર સફર

બેનિન સામેની મેચ મેસ્સીની આર્જેન્ટિના માટે 208મી અને અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. તેમણે રાષ્ટ્રીય ટીમ માટે કુલ 126 ગોલ કર્યા અને આર્જેન્ટિનાના સૌથી વધુ મેચ રમનાર તથા સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી તરીકે પોતાની કારકિર્દી પૂરી કરી.મેસ્સીની આર્જેન્ટિના સાથેની સફર 21 વર્ષ સુધી ચાલી. શરૂઆતના વર્ષોમાં મોટી ટ્રોફી ન જીતવાને કારણે તેમને ઘણી ટીકા સહન કરવી પડી હતી, પરંતુ તેમણે ક્યારેય હાર માની નહીં.આ મહેનતનું પરિણામ તેમને કોપા અમેરિકા અને FIFA વર્લ્ડ કપ જેવી મોટી ટ્રોફીના રૂપમાં મળ્યું. ખાસ કરીને 2022નો કતાર વર્લ્ડ કપ મેસ્સીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની સૌથી યાદગાર સિદ્ધિઓમાં સામેલ રહ્યો.

પિતાની યાદ વચ્ચે મેસ્સીની ભાવુક વિદાય

મેસ્સીની અંતિમ મેચનો માહોલ વધુ ભાવુક બની ગયો હતો કારણ કે તાજેતરમાં જ તેમણે પોતાના પિતાને ગુમાવ્યા હતા. આ વ્યક્તિગત દુઃખ વચ્ચે મેસ્સીએ પોતાની રાષ્ટ્રીય ટીમની સફરને અંતિમ સલામ આપી.મેચ બાદ ચાહકોનો આભાર માનતી વખતે મેસ્સીની લાગણીઓ સ્પષ્ટ જોવા મળી હતી. આર્જેન્ટિનાની જર્સી તેમના માટે માત્ર રમતના કપડાં નહોતી, પરંતુ દેશ અને લોકો સાથે જોડાયેલી એક ઊંડી લાગણી હતી.

આ પણ વાંચો - Olympics 2032: લીકથી શરૂ થયેલું સસ્પેન્સ ખતમ, બ્રિસ્બેન 2032 માટે ગુલાબી કોકાટૂ બન્યું ઓલિમ્પિક પ્રતીક