ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટ સિવાય કાર અને તેમના બાઈક કલેક્શનના કારણે પણ ખુબ જ જાણીતા છે. ધોનીને કાર અને બાઈક કલેક્શનનો ખુબ જ મોટો શોખ છે, જેના માટે તેને પોતાના ફાર્મ હાઉસમાં એક મોટું ગેરેજ પણ બનાવ્યું છે અને તેમાં વિન્ટેજ બાઈકથી લઈને મોટા મોટા સ્પોર્ટસ બાઈક સામેલ છે. આ સિવાય વિન્ટેજ કાર, મોંઘી ગાડીઓ પણ ધોનીના ગેરેજમાં હાજર છે.


કાર-બાઈકના કલેક્શન માટે બનાવ્યું છે મોટું ગેરેજ

ધોનીની પાસે એકથી એક મોંઘી બાઈકો છે. થોડા સમય પહેલા જ તેને જાવા 42 બોબર બાઈક ખરીદ્યું હતું. તેની કિંમત લગભગ 2.43 લાખ રૂપિયા છે. ધોની ઘણી વખત રાંચીના રસ્તાઓ પર બાઈક પર ફરતો જોવા મળે છે. આ બાઈકમાં 35એમએમ ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક અને પાછળ 7 સ્ટેપ એડજસ્ટેબલ પ્રીલોડની સાથે ગેસ-ફિલ્ડ મોનોશોક આપ્યું છે. આ બાઈકનું એન્જિન 334સીસી છે. જેમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ છે.

47 લાખ રૂપિયાનું સૌથી મોંઘુ બાઈક છે કેપ્ટન કૂલ પાસે

ધોનીના બાઈક કલેક્શનમાં કોન્ફેડરેટ X 132 હેલકેટ બાઈક પણ છે, જે એક ક્રૂઝર બાઈક છે અને તે સૌથી મોંઘુ બાઈક છે. આ બાઈકની કિંમત 47 લાખ રૂપિયા છે. આ સિવાય ધોની પાસે યામાહા RD 350 કલાસિક બાઈક પણ છે. સાથે જ ધોની પાસે BSA Goldstar વિન્ટેજ બાઈક, ક્વાસાકી નિન્જા ZX14R બાઈક પણ છે અને આ બાઈકની કિંમત લગભગ 19.7 લાખ રૂપિયા છે. ધોની પાસે ડુકાટી 1098 પણ છે. જેની કિંમત 25-30 લાખ રૂપિયાની વચ્ચે છે. ધોની પાસે ગાડીઓનું પણ મોટું કલેક્શન છે. જેની કિંમત કરોડો રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  

  • Follow us on: