એશિયન ગેમ્સ 2026નો જાપાનમાં પ્રારંભ થઈ ગયો છે.ભારતીય ખેલાડીઓ આ વખતે વધુ સારા પ્રદર્શન સાથે નવા રેકોર્ડ બનાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યા છે.2023માં હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે કુલ 107 મેડલ જીતીને પોતાનું અત્યાર સુધીનું સૌથી મોટું મેડલ ટેલિ નોંધાવ્યું હતું.હવે આઈચી-નાગોયા એશિયન ગેમ્સમાં ભારતીય દળની નજર આ રેકોર્ડને વધુ આગળ લઈ જવા પર છે.આ દરમિયાન ભારતના સ્ટાર ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ એશિયન ગેમ્સ શરૂ થવાના દિવસે એક ભાવુક પોસ્ટ શેર કરી છે.પગની એન્કલ લિગામેન્ટની ઈજાને કારણે નીરજ આ વખતે એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહ્યો નથી.તેણે કહ્યું કે આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ ન કરી શકવાનું તેના માટે મુશ્કેલ છે.
એશિયન ગેમ્સે નીરજને ખાસ યાદો આપી છે
નિરજ ચોપરા માટે એશિયન ગેમ્સ ખૂબ જ ખાસ રહી છે. તેણે 2018માં જકાર્તા એશિયન ગેમ્સમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ 2023માં હાંગઝોઉમાં પણ તેણે પોતાનું ગોલ્ડ મેડલ જાળવી રાખ્યું હતું. 2018માં તે ભારતનો ધ્વજવાહક પણ રહ્યો હતો.નિરજે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે એશિયન ગેમ્સે તેની કારકિર્દીની કેટલીક સૌથી યાદગાર ક્ષણો આપી છે. આ વખતે ભારતનું પ્રતિનિધિત્વ ન કરી શકવાનું તેના માટે મુશ્કેલ છે. નાગોયામાં ભારતીય દળ સાથે માર્ચ પાસ્ટમાં સામેલ ન થઈ શકવાનું પણ તેને ખટકશે.
