ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ ઈજાને કારણે આ વર્ષે બાકીની બધી સ્પર્ધાઓમાંથી નામ પાછું ખેંચી લીધું છે. તે આવતા મહિને યોજાનારી ડાયમંડ લીગ ફાઈનલ્સ અને એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં.
એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવવાની આશાઓ ઘણી વધારે હતી, તેથી તેનું નામ પાછું ખેંચવું ભારતીય રમત ફેન્સ માટે મોટો ઝટકો છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ સમાચારની જાહેરાત કરી.
નીરજ ચોપરાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં શું લખ્યું?
નીરજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને એશિયન ગેમ્સમાંથી ખસી જવાની જાહેરાત કરી. નીરજ ચોપરાએ પુષ્ટિ આપી કે તને અને તેની ટીમને ઈજાને કારણે તેમની સીઝનનો અંત કરવો પડ્યો. તેને લખ્યું છે કે "દુર્ભાગ્યવશ, આના થોડા સમય પછી, ટ્રેનિંગ દરમિયાન મારા પગની ઘૂંટીમાં લિગામેન્ટ ફાટી ગયું. મારા ડોક્ટર અને ટીમ સાથે વાત કર્યા પછી અમે નિર્ણય લીધો છે કે હું આ સીઝનમાં બાકીની ઈવેન્ટ્સમાં ભાગ લઈશ નહીં."
https://twitter.com/Neeraj_chopra1/status/2093618631561396553
નીરજ ડાયમંડ લીગની ફાઈનલમાં પહોંચ્યો હતો
શુક્રવારે નીરજ ચોપરાએ શાનદાર પ્રદર્શન સાથે ડાયમંડ લીગ ફાઈનલ્સમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું , જેનાથી તેને "Q" માર્ક મળ્યો. ઝુરિચ મીટ ચૂકી જવા છતાં તે ફાઈનલની રેસમાં રહ્યો. પરંતુ ફાઈનલમાં સ્થાન મેળવ્યાના બીજા દિવસે તેને બાકીની બધી ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો. આ નિર્ણય ફેન્સ માટે આશ્ચર્યજનક હતો.
નીરજ ચોપરાએ ડાયમંડ લીગમાં 12 પોઈન્ટ બનાવ્યા હતા
આ વર્ષે નીરજ ચોપરાએ ડાયમંડ લીગના દોહા અને લુસાન ઈવેન્ટમાં ભાગ લઈને કુલ 12 પોઈન્ટ મેળવ્યા. સ્વિટ્ઝર્લેન્ડના લુસાનમાં આયોજિત ઈવેન્ટમાં તેને સિઝનનો તેનો શ્રેષ્ઠ થ્રો 88.05 મીટર ફેંક્યો, છતાં તે ફક્ત 9 સેન્ટિમીટરથી પ્રથમ સ્થાન ચૂકી ગયો અને બીજા સ્થાને રહ્યો. અગાઉ 2026માં તેણે દોહા ડાયમંડ લીગ (ચોથું સ્થાન) અને કોમનવેલ્થ ગેમ્સ (બીજું સ્થાન) માં ભાગ લીધો હતો. બંને ટુર્નામેન્ટમાં તે 86 મીટરનું અંતર પણ કાપી શક્યો ન હતો.
આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન