સ્ટાર ભારતીય બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલે સોશિયલ મીડિયા પર પારુપલ્લી કશ્યપ સાથેના છૂટાછેડાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. લગ્નના 7 વર્ષ પછી, બંનેએ હવે અલગ થવાનો નિર્ણય લીધો છે.


ભારત માટે વિશ્વ સ્તરે બેડમિન્ટન રમનારા આ બંને ખેલાડીઓની લવસ્ટોરી ખૂબ જ મીઠી છે. જેના કારણે ફેન્સ પણ તેમના અલગ થવાના સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપની લવસ્ટોરી

સ્ટાર ખેલાડીઓ સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપ પહેલી વાર 1997માં મળ્યા હતા. બંને બાળકો હતા અને બેડમિન્ટન કેમ્પમાં મળ્યા હતા. 2002 પછી બંને હૈદરાબાદની પુલેલા ગોપીચંદ એકેડેમીમાં જોડાયા. ત્યારબાદ બંને રોજ મળવા લાગ્યા. 2005થી તેઓ મિત્રો બન્યા. 2004માં જ બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ 2015માં તેમના લગ્નની ચર્ચા થઈ હતી, પરંતુ બંનેએ પોતાના કરિયર પર ફોકસ કરવાને કારણે લગ્ન બંધ રાખ્યા હતા. 2018માં બંનેએ લગ્ન કરી લીધા. પોતાની કરિયર પર ફોકસ કરવાની સાથે પારુપલ્લી કશ્યપ સાઇનાને મદદ પણ કરતા હતા.

બંને ખેલાડીઓએ દેશનું ગૌરવ વધાર્યું

2012 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સાઇના નેહવાલને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને અર્જુન એવોર્ડ અને ખેલ રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. પારૂપલ્લી કશ્યપે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે.

નેહવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, ક્યારેક જીવન આપણને અલગ અલગ રસ્તાઓ પર લઈ જાય છે. ઘણા વિચાર અને વાતચીત પછી, પારૂપલ્લી કશ્યપ અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે શાંતિ, ગ્રોથ અને માનસિક રીતે સ્વસ્થ જીવનને પ્રાયોરિટી આપી રહ્યા છીએ. હું ભૂતકાળની ક્ષણો માટે આભારી છું અને કશ્યપને આગળની સફર માટે શુભકામનાઓ પાઠવું છું. કૃપા કરીને આ સમયે અમારી પ્રાઈવસીનો આદર કરો અને સમજણ બદલ આભાર.


  • Follow us on: