કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની દીકરીઓનો દબદબો ચાલુ છે. બોક્સર સાક્ષી ચૌધરીએ શાનદાર પ્રદર્શન કરીને 51 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો. સાક્ષીએ ઈંગ્લેન્ડની રૂબી વ્હાઈટ સામે સરળતાથી ફાઈનલ જીતી લીધી. સાક્ષી ચૌધરીએ પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો અને તરત જ ગોલ્ડ જીતીને પોતાનો વિજય ઝંડો લહેરાવ્યો.

સાક્ષી પહેલા 54 કિગ્રા કેટેગરીમાં રમતી હતી પરંતુ તેણે તેના કરિયરના બેસ્ટ સમય માટે 51 કિગ્રા કેટેગરીમાં સ્વિચ કર્યું. આ ખેલાડીએ 2 વખતની ચેમ્પિયન નિખત ઝરીન અને વિશ્વ અને એશિયન ચેમ્પિયન મીનાક્ષી હુડાને રાષ્ટ્રીય ટ્રાયલમાં હરાવીને કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું.

સાક્ષી ચૌધરીએ આ રીતે ગોલ્ડ જીત્યો

સાક્ષી ચૌધરીએ કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું. સાક્ષીએ રાઉન્ડ ઓફ 16માં બોત્સ્વાનાની લેથાબો મોદુકાન્યેલને હરાવી હતી. ક્વાર્ટર ફાઈનલમાં સાક્ષીએ નોર્થ આયર્લેન્ડની કેટલીન ફ્રાયર્સને હરાવી. સેમીફાઈનલમાં સાક્ષીએ કેનેડાની એમ્બર-જેન વોલને હરાવી. તે ફાઈનલમાં ઈંગ્લેન્ડની રૂબી વ્હાઈટને હરાવીને કોમનવેલ્થ ચેમ્પિયન બની.

આ ખરાબ આદતને કારણે સાક્ષી બોક્સર બની 

સાક્ષી ચૌધરીનો જન્મ 9 સપ્ટેમ્બર, 2000 ના રોજ હરિયાણાના ભિવાની જિલ્લાના ધનાના ગામમાં થયો હતો. તેણે જગદીશ સિંહના માર્ગદર્શન હેઠળ ભિવાની બોક્સિંગ ક્લબમાં તાલીમ શરૂ કરી હતી, જે વિજેન્દ્ર સિંહના કોચ પણ હતા. બાળપણમાં સાક્ષી તોફાની હતી અને ઘણીવાર ઝઘડામાં પણ પડી જતી હતી, જેના કારણે તેના પિતાએ તેને બોક્સર બનાવવાનું નક્કી કર્યું.

સાક્ષી ચૌધરીનું શાનદાર કરિયર

  • ગોલ્ડ - AIBA વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ 2015
  • ગોલ્ડ - વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપ 2017 (ગુવાહાટી)
  • ગોલ્ડ - વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપ 2018 (હંગેરી)
  • બ્રોન્ઝ - એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2021
  • ગોલ્ડ - વર્લ્ડ બોક્સિંગ કપ 2025 (અસ્તાના, 54 કિગ્રા)
  • વર્લ્ડ બોક્સિંગ કપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા
  • 8 વખત રાષ્ટ્રીય ચેમ્પિયન

આ પણ વાંચો: Team Indiaનું શ્રીલંકા પ્રવાસ માટે બદલાયું શેડ્યૂલ, આ મેચ ફક્ત 3 દિવસની રહેશે