ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે યોજાઈ રહેલી નેશનલ ઈન્ટર-સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સર્વેશ કુશારેએ હાઈ જમ્પ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો, 2.31 મીટરની ઊંચાઈ પાર કરીને નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો. 


મહારાષ્ટ્રના સર્વેશ કુશારે તેજસ્વિન શંકરનો 8 વર્ષ જૂનો 2.29 મીટરનો રેકોર્ડ તોડીને હવે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ સાથે સર્વેશ કુશારેએ જાપાનમાં યોજાનારી 2026ની એશિયન ગેમ્સ માટે પણ પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે.

સર્વેશ કુશારેએ પોતાના ત્રીજા પ્રયાસમાં 2.31 મીટરની ઊંચાઈ પાર કરી

મહારાષ્ટ્રના 31 વર્ષના સર્વેશ કુશારેએ 27 જૂનના રોજ કલિંગા સ્ટેડિયમમાં પોતાના શાનદાર નિયંત્રણથી બધાને પ્રભાવિત કર્યા. સર્વેશે ઉંચી કૂદમાં પોતાના ત્રીજા પ્રયાસમાં 2.31 મીટરનું અંતર કાપ્યું, અને તેજસ્વિન શંકરના 2.29 મીટરના રેકોર્ડને તોડી નાખ્યો, જે તેણે એપ્રિલ 2018માં બનાવ્યો હતો.


ત્રીજા પ્રયાસ પછી સર્વેશ કુશારેએ પોતાના આગલા પ્રયાસમાં 2.35 મીટરનો અંતર કાપવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયો. 2.31 મીટરના નવા નેશનલ રેકોર્ડ સાથે સર્વેશ કુશારેએ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડને પણ સરળતાથી પાર કરી લીધો, જેનાથી 2026ની એશિયન ગેમ્સમાં ભાગ લેવાનો માર્ગ મોકળો થયો.

તેને 2019માં ઈન્ડિયન ઓપન જીતીને પોતાની છાપ છોડી 

સર્વેશ કુશારે છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાનિક અને ઈન્ટરનેશનલ સ્તરે હાઈ જમ્પ ઈવેન્ટમાં દેશના અગ્રણી એથ્લેટમાંથી એક રહ્યો છે. સર્વેશ કુશારેએ 2019માં ઈન્ડિયન ઓપન હાઈ જમ્પ ટાઈટલ જીતીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારબાદ તેને સાઉથ એશિયન ગેમ્સમાં ઈન્ટરનેશનલ લેવલે ડેબ્યૂ કર્યું, જ્યાં તેને 2.21 મીટરના કૂદકા સાથે ગોલ્ડ મેડલ જીત્યો.

સર્વેશ કુશારે પેરિસ ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો અને ટોક્યોમાં 2025 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં હાઈ જમ્પ ઈવેન્ટના ફાઈનલમાં ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય પુરુષ એથ્લેટ બન્યો હતો, જેમાં તે 2.28 મીટરના કૂદકા સાથે છઠ્ઠા સ્થાને રહ્યો હતો.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: