ભારતીય મહિલા સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાના ઇન્દોરની વહુ બનશે. મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના 3 દિવસ બાદ સંગીતકાર પલાશ મુછલ સાથે લગ્ન કરશે. 23 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં સ્મૃતિ અને પલાશ લગ્ન કરશે. સ્મૃતિ અને પલાશના લગ્નને લઈને થોડા દિવસો પહેલા જ સંગીતકાર દ્વારા જાહેરાત કરાઈ હતી. ઇન્દોરના એક કાર્યક્રમમાં પલાશે સંકેત આપ્યો હતો કે સ્ટાર ક્રિકેટર ટૂંક સમયમાં ઇન્દોરની વહુ બનશે. હાલમાં પાવર કપલની લગ્ન પહેલા કરાતી હલ્દી રસમની તસવીરો સામે આવી છે.
બોલિવૂડ અને ક્રિકેટ જગતના સ્ટાર્સ લગ્નમાં હાજરી આપશે
સ્મૃતિ મંધાનાનો પરિવાર મૂળ રાજસ્થાનના દિડવાણાનો છે. પલાશ અને સ્મૃતિ મંધાનનો સંબંધ ઘણો જૂનો છે. બંનેના પરિવાર ભારતીય પરંપરામાં માને છે એટલે સૌ પ્રથમ તેમની કુળદેવીને લગ્નનું કાર્ડ આપ્યું હતું. ત્યારપછી લગ્નની તૈયારીઓ શરૂ થઈ હતી. પલાશ મુછલ પ્રખ્યાત ગાયિકા પલક મુછલનો ભાઈ છે. આ પાવર કપલ 23 નવેમ્બરના રોજ લગ્નના તાંતણે બંધાશે. ભારતમાં ફરી એક વખત ક્રિકેટ અને બોલીવુડનો સંગમ જોવા મળ્યો. પલાશ અને સ્મૃતિ મંધાનના લગ્નમાં બોલિવૂડ અને ક્રિકેટ જગતના સ્ટાર્સ હાજરી આપશે.













