ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મેજર ધ્યાનચંદનો જન્મ દિવસ આજે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.હોકીના જાદુગર તરીકે જાણીતા,ધ્યાનચંદે તેમની કારકિર્દીમાં 1,000 થી વધુ ગોલ કર્યા હતા.તેઓ ઓલિમ્પિકમાં ત્રણ વખત ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમના સભ્ય હતા.તેમને હોકીના જાદુગર કહેવામાં આવતા હતા,અને હિટલર પણ તેમના રમતથી પ્રભાવિત થયા હતા.તેમણે ભારતીય ખેલાડીને જર્મની માટે રમવાની મંજૂરી આપવાની ઓફર પણ કરી હતી.
મેજર ધ્યાનચંદનો જન્મ અલ્હાબાદમાં થયો
મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ, 1905 ના રોજ અલ્હાબાદ (હવે પ્રયાગરાજ) માં થયો હતો. જ્યારે તેઓ 16 વર્ષની ઉંમરે 1લી બ્રાહ્મણ રેજિમેન્ટમાં સેનામાં જોડાયા હતા, ત્યારે એવું કહેવાય છે કે તેમને હોકીમાં કોઈ રસ નહોતો. બાદમાં, તેઓ હોકી રમતા હતા, અને આ રમતને કારણે તેમને સેનામાં બઢતી મળી. તેઓ સૈનિક તરીકે સેનામાં જોડાયા અને બાદમાં મેજર બન્યા.
ભારતીય હોકી ટીમે 1928માં ચેમ્પિયન બન્યું
ભારતીય હોકી ટીમે 1928 માં પહેલી વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો. ભારત ચેમ્પિયન બન્યું. મેજર ધ્યાનચંદે ફાઇનલમાં બે ગોલ કર્યા હતા. ત્યારબાદ, ભારતીય હોકી ટીમે 1932ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો, જેમાં ધ્યાનચંદ સભ્ય હતા.
હિટલરે જર્મની તરફથી રમવાની ઓફર કરી
1936ના બર્લિન ઓલિમ્પિકમાં ધ્યાનચંદને ભારતીય હોકી ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ભારતે પહેલી મેચમાં હંગેરીને 4 ગોલથી, બીજી મેચમાં જાપાનને 9 ગોલથી અને ત્રીજી મેચમાં ફ્રાન્સને 10 ગોલથી હરાવ્યું. જર્મની સામે ફાઇનલ 15 ઓગસ્ટના રોજ યોજાઈ હતી અને ભારતે 8-1થી જીત મેળવી હતી.
ધ્યાનચંદ એક સાચા દેશભક્ત હતા
વિરોધી ખેલાડીઓએ ધ્યાનચંદનો ખેલ જોઈને તેમની લાકડી પર શંકા વ્યક્ત કરી હતી. હોલેન્ડમાં, તેમની લાકડી તોડી નાખવામાં આવી હતી જેથી તેઓ ચુંબકથી રમી રહ્યા છે કે નહીં તે જોઈ શકાય. વિયેનામાં ધ્યાનચંદની પ્રતિમામાં તેમને ચાર હાથમાં ચાર હોકી સ્ટીક પકડેલા દર્શાવવામાં આવ્યા છે. જર્મનીના રુડોલ્ફ હિટલર પણ ધ્યાનચંદના ખેલથી પ્રભાવિત થયા હતા અને તેમને જર્મની તરફથી રમવાની ઓફર પણ કરી હતી. જોકે, ધ્યાનચંદ એક સાચા દેશભક્ત હતા જે હંમેશા ભારત માટે રમવા માંગતા હતા.
3 ડિસેમ્બર 1979ના રોજ રમત વિરનું અવસાન થયું
તેમણે 1926થી 1949 દરમિયાન ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે 185 મેચ રમી હતી, જેમાં 570 ગોલ કર્યા હતા.તેઓ સેન્ટર ફોરવર્ડ તરીકે રમ્યા હતા. ત્રણ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીતનાર ટીમના સભ્ય હોવા ઉપરાંત, તેઓ 1934માં પશ્ચિમ એશિયાટિક રમતોમાં સુવર્ણ ચંદ્રક જીતનાર ટીમના સભ્ય પણ હતા. 3 ડિસેમ્બર 1979ના રોજ મેજર ધ્યાનચંદનું 74 વર્ષની વયે અવસાન થયું.
સન્માન
મેજર ધ્યાનચંદને1956 માં હોકીમાં તેમના યોગદાન બદલ પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ભારતનો સર્વોચ્ચ રમતગમત સન્માન, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, તેમના નામ પરથી રાખવામાં આવ્યો હતો, જે અગાઉ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ હતો. રમતગમતમાં આજીવન સિદ્ધિ માટેનો એવોર્ડ તેમના નામ પરથી રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો - National Sports Day 202: દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે ભવ્ય આયોજન, મહાન હોકી જાદુગર ધ્યાનચંદને અપાશે શ્રદ્ધાંજલિ