થાઈલેન્ડમાં એક દુ:ખદ અને આઘાતજનક ઘટના બની છે,જ્યાં ફૂટબોલ મેચ દરમિયાન મેદાન પર વીજળી પડી હતી.આ ભયાનક દુર્ઘટનામાં 24 વર્ષીય ફૂટબોલર સફવાન અવેનું દુઃખદ મૃત્યુ થયું હતું,જ્યારે 12 અન્ય ખેલાડીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.વરસાદ અને તોફાની વાતાવરણ વચ્ચે મેચ રમાઈ રહી હતી, જ્યારે ખેલાડીઓ ધોધમાર વરસાદ છતાં મેદાન પર જ રહ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભયાનક દ્રશ્ય કેમેરામાં કેદ

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, જોઈ શકાય છે કે ખેલાડીઓ જ્યાં દોડી રહ્યા હતા તે વિસ્તારની નજીક, અચાનક વીજળી એક તેજસ્વી ફ્લેશ સાથે જમીન પર પડી. વીજળી પડતાં ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ ઉંચી થતી જોવા મળી હતી. વીજળી પડતાં ફૂટબોલર સફવાન અવે મેદાન પર પડી ગયો. ત્યાં હાજર ચાહકો અને સાથી ખેલાડીઓ તાત્કાલિક મેદાનમાં દોડી ગયા અને તેને જીવિત કરવાનો પ્રયાસ કર્યો.

સ્થાનિક પોલીસે શું કહ્યું

ત્યારબાદ સફવાનને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પરંતુ તેને બચાવી શકાયો નહીં. સ્થાનિક પોલીસે બાદમાં સત્તાવાર રીતે સફવાનના મૃત્યુની પુષ્ટિ કરી. પોલીસે એ પણ જાહેર કર્યું કે વીજળી પડવાથી 12 અન્ય લોકો પણ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં 22 વર્ષીય મલેશિયન ફૂટબોલર અલિફ અઝાન ઝુલ્કિફલીનો પણ સમાવેશ થાય છે.

https://x.com/praylaughlift/status/2085332343762337981?s=20


સમગ્ર રમતગમત જગતમાં શોકની લહેર 

24 વર્ષીય સફવાન અવેએ તાજેતરમાં થાઈ લીગ 3 સધર્ન રિજનમાં રમતા ફૂટબોલ ક્લબ એફસી યાલા સાથે કરાર કર્યો હતો. તેમના યુવા ખેલાડીના અવસાનથી આઘાત પામેલા ક્લબે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને લખ્યું, "ચોક્કસ, આપણે અલ્લાહના છીએ, અને આપણે તેની પાસે પાછા ફરવું જોઈએ." આ દુ:ખદ ઘટનાએ સમગ્ર રમતગમત જગતમાં શોકની લહેર ફેલાવી દીધી છે.

આ પણ વાંચો - IND Vs SL Warm-Up Match : કુલદીપ યાદવની ઓવરમાં કેએલ રાહુલે કર્યું કંઈક એવું, વીડિયો થયો વાયરલ