કતારના દોહામાં ચાલી રહેલી FIDE વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપમાં વિશ્વના ઘણા અગ્રણી ચેસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.જેમાં વર્તમાન વિશ્વ નંબર વન નોર્વેના મેગ્નસ કાર્લસનનો પણ સમાવેશ થાય છે. કાર્લસન માટે 2025નું વર્ષ મુશ્કેલ રહ્યું હતું, તેના ગુસ્સાને કારણે ઘણીવાર વિવાદો પણ ઉભા થતા હતા. આ ચેમ્પિયનશિપમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું,જ્યાં રશિયન ખેલાડી વ્લાદિસ્લાવ આર્ટેમીવ સામે હાર્યા બાદ કાર્લસન પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી શક્યો ન હતો.
કાર્લસન ગુસ્સાથી કેમેરામેનને ધક્કો માર્યો
27 ડિસેમ્બરના રોજ FIDE વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપના રાઉન્ડ 7માં મેગ્નસ કાર્લસનનો સામનો રશિયન ખેલાડી વ્લાદિસ્લાવ આર્ટેમીવ સામે થયો હતો. તેણે પોતાના 15મા ચાલમાં ભૂલ કરી હતી, જેનો રશિયન ખેલાડીએ લાભ ઉઠાવ્યો હતો અને તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. મેચ જીત્યા પછી, રશિયન ખેલાડી વ્લાદિસ્લાવ આર્ટેમીવ 6.5 પોઈન્ટ મેળવીને ટોચના સ્થાને પહોંચ્યો હતો. આ હાર પછી, કાર્લસન પોતાના પર ખૂબ ગુસ્સે દેખાયો, પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી શક્યો ન હતો. જ્યારે તે ઉઠીને જતો હતો, ત્યારે એક કેમેરામેન તેનો કેમેરા લઈને તેનો પીછો કરવા લાગ્યો, જેના કારણે કાર્લસન ગુસ્સાથી કેમેરામેનને ધક્કો મારવા લાગ્યો. જોકે, કાર્લસને આઠમા રાઉન્ડમાં આર્મેનિયાના શાંત સરગ્સ્યાનને હરાવીને વાપસી કરી, અને પછી, અંતિમ રાઉન્ડમાં અમેરિકનને હરાવીને, 7 પોઈન્ટ સાથે ટોચના ચારમાં સ્થાન મેળવ્યું.













