T20I વર્લ્ડકપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે.આ ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં કુલ 20 ટીમો ભાગ લેશે.આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ માટે બધી ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.દરમિયાન T20 વર્લ્ડકપ શરૂ થાય તે પહેલાં ન્યુઝીલેન્ડની ટીમે તેની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. કિવીઓએ આ વર્લ્ડ કપ માટે ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે એક ફાસ્ટ બોલરનો સમાવેશ કર્યો છે.


બેન સીઅર્સ ન્યૂઝીલેન્ડની ટીમમાં સ્થાન મેળવ્યું

ન્યુઝીલેન્ડે ફોર્મમાં રહેલા ફાસ્ટ બોલર બેન સીઅર્સનો T20 વર્લ્ડ કપ ટીમમાં ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે સમાવેશ કરીને તેની ફાસ્ટ બોલિંગને મજબૂત બનાવી છે. ગયા અઠવાડિયે, કિવી ફાસ્ટ બોલર એડમ મિલ્ને ઈજાગ્રસ્ત થયો હતો. તેની ઈજા બાદ, કાયલ જેમીસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરિણામે, 27 વર્ષીય સીઅર્સનો ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સીઅર્સ 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં શરૂ થનારી 20 ઓવરની ટુર્નામેન્ટ પહેલા બ્લેક કેપ્સ ટીમમાં જોડાશે.

ઈજાને કારણે સીઅર્સ ક્રિકેટથી દૂર હતા.

બેન સીયર્સ પણ ઈજાને કારણે ન્યુઝીલેન્ડ માટે ઘણા લાંબા સમય સુધી રમતથી બહાર રહ્યા હતા. સુપર સ્મેશ દરમિયાન સીયર્સ હેમસ્ટ્રિંગ ઈજામાંથી પાછા ફર્યા હતા અને ટુર્નામેન્ટમાં 17.93 ની સરેરાશથી 15 વિકેટ લીધી હતી. સીયર્સ 5 ફેબ્રુઆરીએ યુએસએ સામે ન્યુઝીલેન્ડની પ્રેક્ટિસ મેચ પહેલા મુંબઈમાં ટીમમાં જોડાશે. જો ન્યુઝીલેન્ડનો કોઈ ખેલાડી ટુર્નામેન્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થાય છે, તો સીયર્સનો મુખ્ય ટીમમાં સમાવેશ થઈ શકે છે.

કિવી કોચે બેન સીયર્સ વિશે શું કહ્યું?

ન્યુઝીલેન્ડના કોચ રોબ વોલ્ટરે કહ્યું કે બેને મેદાનમાં પાછા ફરવા માટે સખત મહેનત કરી છે, અને તેને પાછો રમતા અને સારું પ્રદર્શન કરતા જોઈને ખૂબ આનંદ થયો. તેણે ફાયરબર્ડ્સ સાથે આખી સુપર સ્મેશ ટુર્નામેન્ટ રમી, નવ મેચમાં ટુર્નામેન્ટના સંયુક્ત બીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે સમાપ્ત થયો, રાઉન્ડ-રોબિન તબક્કામાં 15 વિકેટ લીધી. ભારતમાં બેન અમારી સાથે હોય તે ખૂબ જ સારી વાત હશે, અને જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે, તો તે વર્લ્ડ કપમાં તેની બોલિંગથી અજાયબીઓ કરી શકે છે.

બેન સીયર્સનો T20I નંબર કેવો છે?

સિયર્સે અત્યાર સુધીમાં 22 ટી20 મેચ રમી છે, જેમાં તેણે 23 વિકેટ લીધી છે. સીયર્સે છેલ્લે ઓક્ટોબરની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ન્યુઝીલેન્ડ રવિવારે ભારત સામે પોતાની છેલ્લી ટી20 મેચ રમશે, જ્યાં ઘરઆંગણાની ટીમ હાલમાં 3-1થી આગળ છે. કિવી ટીમ 8 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં અફઘાનિસ્તાન સામે પોતાના ટી20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ યુએઈ, દક્ષિણ આફ્રિકા અને કેનેડા સામે ગ્રુપ મેચ રમશે.

આ પણ  વાંચો - Adam Zampaએ પાકિસ્તાન સામે રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનારો પ્રથમ બોલર



  • Follow us on: