8 માર્ચના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચ રમાઈ હતી. ટીમ ઇન્ડિયાએ મોટી લીડથી ન્યુઝીલેન્ડને હરાવતા દેશભરમાં જશ્નનો માહોલ છવાયો હતો. ટીમ ઇન્ડિયાએ પણ T20 વર્લ્ડ કપની જીતની જોરશોરથી ઉજવણી કરી. જયારે હાર્દિક પંડયાએ ક્રિકેટના મેદાન પર જ અલગ અંદાજમાં ગર્લફ્રેન્ડ માહિકા શર્મા જીતની ઉજવણી કરી. જેના ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા. ટીમ ઇન્ડિયાનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડયા જીતની ઉજવણીમાં ભાન ભૂલતા એવું કામ કર્યું કે તેની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જાણો શું છે મામલો.
ટીમ ઇન્ડિયાનો ક્રિકેટર હાર્દિક પંડયા મુશ્કેલીમાં
T20 વર્લ્ડ કપ 2026 ની જીત બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે જીતની ઉજવણી બાદ હાર્દિક પંડ્યા મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. હાર્દિક પંડ્યા 28 માર્ચથી શરૂ થનારી IPL 2026 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કરવા માટે તૈયાર થઈ રહ્યો છે. પરંતુ IPL 2026 શરૂ થતા પહેલા જ ક્રિકેટર કાનૂની દાવપેચમાં ફસાયો. T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યાના થોડા દિવસોમાં જ હાર્દિક પંડયા સામે FIR નોંધવામાં આવી. સ્ટાર ક્રિકેટર અને મુંબઈ ઈન્ડિયન્સ કેપ્ટન પર આરોપ છે તેણે રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું.













