T20 વર્લ્ડ કપમાં ભારત સામે 61 રનથી મળેલી કારમી હારથી પાકિસ્તાની ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. ભારત સામે ભૂંડા મોઢે હાર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના એક ભૂતપૂર્વ ખેલાડીએ પોતાની આકરી પ્રતિક્રિયા આપી છે.


પાકિસ્તાન બોર્ડના નેતૃત્વમાં ખામી

કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમની ભારત સામે કારમી હાર સાથે ભારતની રથ આગળ વધ્યો છે અને પાકિસ્તાનની ભારત સામે હારવાની આદત સતત ચાલુ રહી છે. પાકની આ હાર પછી શોએબ અખ્તરે બોર્ડના નેતૃત્વ, પસંદગી નીતિ અને વરિષ્ઠ ખેલાડીઓની ભૂમિકા પર તીખા સવાલ ઉઠાવ્યા છે. અખ્તરે કહ્યું કે અસ્થિર રણનીતિઓ અને જવાબદારીના અભાવે ટીમને મેદાન કરતાં વધુ વહીવટી મુશ્કેલીમાં ધકેલી દીધી છે.

નકવીનું નામ લીધા વગર ઝાટકણી

કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ મેચમાં મળેલી હાર બાદ, અખ્તરે PCB અને તેના ચેરમેન મોહસીન નકવીનું નામ લીધા વગર તેમની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા છે. અખ્તરે કહ્યું કે ખોટા લોકોને મોટી જવાબદારીઓ આપવી એ સૌથી મોટો ગુનો છે. તેમણે સ્પષ્ટપણે બોર્ડ નેતૃત્વનો ઉલ્લેખ કર્યો, જેને તેમણે પાકિસ્તાન ક્રિકેટની કથળતી સ્થિતિ માટે જવાબદાર ઠેરવ્યું.

વરિષ્ઠ ખેલાડીઓની ભૂમિકા પર તીખા સવાલ

અખ્તરે માત્ર PCB જ નહીં પરંતુ ટીમના સિનિયર ખેલાડીઓને પણ છોડ્યા નહીં. તેમણે બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી અને શાદાબ ખાન જેવા ખેલાડીઓની મોટી મેચોમાં સતત નિષ્ફળતાઓ પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે પ્રદર્શનને બદલે 'સ્ટાર કલ્ચર'ને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, અને ટીમ તેના પરિણામો ભોગવી રહી છે. જેને કામ કરવાનું ખબર નથી તેને ખુરશી કેમ આપવી જોઈએ? 

આ પણ વાંચો: IND vs PAK : પાકિસ્તાનને હરાવી નવા શિખરે પહોંચ્યું ભારત, ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો


  • Follow us on: