BCCI તેની નીતિઓને વળગી રહીને ભારતીય ખેલાડીઓને T20 વર્લ્ડકપ દરમિયાન તેમની પત્નીઓ મંગેતર અથવા કોઈપણ પરિવારના સભ્યો સાથે રહેવાના અધિકારનો સ્પષ્ટપણે ઇનકાર કરે છે.મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય ટીમ મેનેજમેન્ટે BCCI પાસે ખેલાડીઓના પરિવારોને સમાવવા માટે પરવાનગી માંગી હતી, પરંતુ બોર્ડે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. BCCI ખેલાડીઓને 45 દિવસથી વધુના પ્રવાસ પર તેમના પરિવારો સાથે મહત્તમ 14 દિવસ રહેવાની મંજૂરી આપે છે.
પત્નીઓને તેમની સાથે રહેવાની મંજૂરી આપી?
મીડિયા રિપોર્ટ અનુસાર BCCIએ ભારતીય ટીમ મેનેજમેન્ટે પ્રશ્ન કર્યો હતો કે શું ખેલાડીઓની પત્નીઓ ટીમ સાથે મુસાફરી કરી શકે છે અને તેમની સાથે રહી શકે છે. બોર્ડે જવાબ આપ્યો હતો કે પરિવારોને ખેલાડીઓ સાથે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કે, જો તેઓ ઈચ્છે તો, તેઓ અલગ વ્યવસ્થા કરી શકે છે.
BCCI તેની નીતિઓ પર અડગ છે
2026T20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા ઘરે ત્રણ ગ્રુપ સ્ટેજ મેચ રમશે જ્યારે એક મેચ કોલંબોમાં રમાશે.આ પહેલા રમાયેલી ઘણી દ્વિપક્ષીય સીરિઝ દરમિયાન પણ ખેલાડીઓના પરિવારોને ટીમ સાથે રહેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. BCCI એ T20 વર્લ્ડકપ 2026 માટે પણ આ જ નીતિ જાળવી રાખી છે.
BCCI એ આ અંગે માર્ગદર્શિકાઓની લાંબી યાદી જારી કરી હતી
જોકે, આ કંઈ નવું નથી. 2025 માં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી, BCCI એ આ અંગે માર્ગદર્શિકાઓની લાંબી યાદી જારી કરી હતી. COVID-19 રોગચાળા પછી, ખેલાડીઓને સમગ્ર પ્રવાસ દરમિયાન તેમના પરિવારોને તેમની સાથે રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, કેટલાક ખેલાડીઓએ આનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું. ટીમના સભ્યોએ BCCI ને ખાનગીમાં ફરિયાદ કરી હતી કે કેટલાક ખેલાડીઓ તેમની પત્નીઓ સાથે હોવાને કારણે અનૌપચારિક ટીમ મીટિંગમાં ભાગ લઈ શકતા નથી. પરિણામે, બોર્ડે જૂની નીતિ પર પાછા ફરવાનો નિર્ણય લીધો.
આ પણ વાંચો - T20 World Cup 2026 : મેચ પહેલા USA ટીમમાં મોટો ફેરફાર,આ સ્ટાર બોલરની એન્ટ્રી