ભારત અને પાકિસ્તાન વચ્ચે 2026માં યોજાનારી T20 વર્લ્ડ કપ મેચ અંગેનો સસ્પેન્સ હજુ પણ ચાલુ છે.આ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.અશ્વિને ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન મેચ અંગે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે.અશ્વિને માને છે કે પાકિસ્તાન ટૂંક સમયમાં ભારત સામે ન રમવાનો પોતાનો નિર્ણય પાછો ખેંચશે,અને 15 ફેબ્રુઆરીએ યોજાનારી મેચ સમયપત્રક મુજબ રમાશે.હકીકતમાં,પાકિસ્તાન સરકારે તેની ટીમને T20 વર્લ્ડકપમાં રમવાની પરવાનગી આપી છે.પરંતુ ભારત સામે રમવાની પરવાનગી આપી નથી.આ કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.જોકે ICCએ પાકિસ્તાનના વલણ પર સવાલ ઉઠાવ્યા છે અને સ્પષ્ટતા કરી છે કે આમ કરવાથી પાકિસ્તાનને નુકસાન થઈ શકે છે.


શું પાકિસ્તાન પોતાનો નિર્ણય બદલશે?

ભારત-પાકિસ્તાન મેચને લઈને તણાવ ચાલુ છે કારણ કે હાઈ-વોલ્ટેજ મેચ માટે ફક્ત 11 દિવસ બાકી છે. દરમિયાન, અશ્વિને વિશ્વાસ છે કે પાકિસ્તાન આગામી ચારથી પાંચ દિવસમાં યુ-ટર્ન લેશે. પોતાની યુટ્યુબ ચેનલ પર બોલતા, અશ્વિને જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન મેચ ચોક્કસ થશે.તેમનું માનવું છે કે પાકિસ્તાન ચારથી પાંચ દિવસમાં પોતાનો નિર્ણય બદલી નાખશે.જો મેચ નહીં થાય તો મોટું નાણાકીય નુકસાન થશે.બ્રોડકાસ્ટર્સને મોટો ફટકો પડશે,અને આનાથી અન્ય પૂર્ણ-સભ્ય દેશો પર પણ અસર પડશે.ICC મીટિંગમાં,બધા કહેશે કે પાકિસ્તાન નુકસાન કરી રહ્યું છે.

PSLખેલાડીઓને પણ અસર થઈ શકે છે

અશ્વિને ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાન ભારત સામેની મેચનો બહિષ્કાર કરે છે, તો પાકિસ્તાનને માત્ર આવકની દ્રષ્ટિએ જ નહીં પરંતુ પાકિસ્તાન સુપર લીગ માટે પણ ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. તેમણે કહ્યું કે ICC વિદેશી ખેલાડીઓને આપવામાં આવેલા NOC રદ કરી શકે છે, જે સમગ્ર PSL યોજનાને અસર કરી શકે છે.

બહાના માટે કોઈ જગ્યા નથી

અશ્વિને એ પણ યાદ અપાવ્યું કે T20 વર્લ્ડકપ માટે હાઇબ્રિડ મોડેલ પહેલાથી જ નક્કી થઈ ગયું છે, જેને ICC, PCB અને BCCI દ્વારા સંયુક્ત રીતે મંજૂરી આપવામાં આવી છે. તેથી, સ્થળ અંગે કોઈ વિવાદ નથી. અશ્વિને કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન તટસ્થ સ્થળ પર રમે છે, તો સ્થળ સાથે કોઈ સમસ્યા નથી. ચોક્કસ પ્રતિસ્પર્ધી સામે રમવાનો ઇનકાર કરવો અસ્વીકાર્ય છે. તેમને આશા છે કે સમજદારીપૂર્વક નિર્ણય લેવામાં આવશે અને મેચ યોજાશે.

પાકિસ્તાન આજે એક વોર્મ-અપ મેચ રમશે.

નોંધનીય છે કે પાકિસ્તાન 7 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે નેધરલેન્ડ્સ સામે વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. તે પહેલાં, પાકિસ્તાન આજે તેની એકમાત્ર વોર્મ-અપ મેચમાં આયર્લેન્ડનો સામનો કરશે. આ મેચ કોલંબોના સિંગલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ખાતે રમાશે.

આ પણ  વાંચો -  T20 World Cupની શરૂઆત કેવી રીતે થઈ? ઈંગ્લેન્ડ સાથે છે ખાસ ક્નેક્શન


  • Follow us on: