T20 વર્લ્ડકપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. અત્યાર સુધી વર્લ્ડકપના 10 સીઝન રમાઈ ચૂક્યા છે. 11મી સીઝન 2026માં રમવાની છે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે, જેને 4 ગ્રુપમાં વહેંચવામાં આવશે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડકપ ક્યારે અને કેવી રીતે શરૂ થયો? આ મેગા ઈવેન્ટના ઈતિહાસ પર એક નજર કરીએ.


આ વિચાર કેવી રીતે આવ્યો?

T20 ફોર્મેટની કલ્પના ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના માર્કેટિંગ મેનેજર સ્ટુઅર્ટ રોબર્ટસન દ્વારા કરવામાં આવી હતી. તેમનો ઉદ્દેશ્ય એક એવું ફોર્મેટ બનાવવાનો હતો જે ટૂંકા સમયમાં પૂર્ણ થઈ શકે અને મહિલાઓની નવી પેઢીને પ્રેરણા આપે. 2003માં ઈંગ્લેન્ડે તેની પ્રથમ સ્થાનિક T20 ટુર્નામેન્ટ (ટ્વેન્ટી20 કપ)નું આયોજન કર્યું, જે ખૂબ જ સફળ રહ્યું અને તેને વ્યાપક પ્રશંસા મળી.

વિશ્વની પ્રથમ પુરુષોની T20 ઈન્ટરનેશનલ મેચ 17 ફેબ્રુઆરી, 2005 ના રોજ ઓકલેન્ડમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ પછી ICCએ T20 વર્લ્ડકપ શરૂ કરવાનો નિર્ણય લીધો.

T20 વર્લ્ડકપની પહેલી સિઝન 2007માં રમાઈ હતી. સાઉથ આફ્રિકાએ વર્લ્ડકપનું આયોજન કર્યું હતું અને એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે ટાઈટલ જીત્યું હતું. પહેલી સીઝનમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો.

ભારતે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવ્યું

ભારતે 2007ના T20 વર્લ્ડકપની ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને જીત મેળવી હતી. પહેલા બેટિંગ કરતા ગૌતમ ગંભીરની સદીની મદદથી ભારતે 20 ઓવરમાં 157/5 રન બનાવ્યા હતા. ભારતે ફાઈનલ 5 રનથી જીતી હતી.

T20 વર્લ્ડકપ વિજેતા ટીમો

2007 - ભારત

2009 - પાકિસ્તાન

2010 - ઈંગ્લેન્ડ

2012 - વેસ્ટ ઈન્ડીઝ

2014 - શ્રીલંકા

2016 - વેસ્ટ ઈન્ડીઝ

2021 - ઓસ્ટ્રેલિયા

2022 - ઈંગ્લેન્ડ

2024 - ભારત

આ પણ વાંચો: Team India રમશે વોર્મ-અપ મેચ, જાણો ક્યારે અને ક્યાં સમયે જોઈ શકાશે?


  • Follow us on: