T20 વર્લ્ડકપ 2026 થોડા દિવસો દૂર છે. તે પહેલાં બધી ટીમો વોર્મ-અપ મેચ રમીને પોતાની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપી રહી છે. આ સિરીઝમાં ભારત A ટીમનો સામનો યુએસએ સામે થયો હતો. આ મેચ દરમિયાન બધાની નજર તિલક વર્મા પર હતી.


તિલક વર્મા ભારત A ટીમમાં એકમાત્ર ખેલાડી છે જે T20 વર્લ્ડકપ ટીમનો ભાગ છે. તે ઈજાને કારણે લાંબા સમયથી ભારતીય ટીમની બહાર હતો.

વોર્મ-અપ મેચમાં તિલક વર્માનું પ્રદર્શન કેવું રહ્યું?

T20 વર્લ્ડકપ પહેલા તિલક વર્મા માટે આ કમબેક મેચ હતી. પ્રિયાંશ આર્યના આઉટ થયા પછી તિલક ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો. તેને 24 બોલમાં 38 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 2 જોરદાર છગ્ગા ફટકાર્યા. તેનો સ્ટ્રાઈક રેટ 158.33 હતો. તેની કમબેક મેચમાં તિલક અપેક્ષા મુજબ બેટિંગ કરી. તે T20 વર્લ્ડકપમાં કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રહેશે.

તિલક વર્મા ન્યુઝીલેન્ડ સિરીઝમાંથી બહાર થયો

તિલક વર્માને મૂળરૂપે ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી બે T20I માટે ભારતીય ટીમમાં સામેલ કરવાનો કાર્યક્રમ હતો, પરંતુ વર્લ્ડકપ માટે તેની ઉપલબ્ધતાને કારણે આ શક્ય બન્યું ન હતું. COE ખાતે સિમ્યુલેશન મેચ રમ્યા બાદ તિલકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ માટે તિલકના સ્થાને શ્રેયસ ઐયરનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સિરીઝમાં એક પણ મેચ રમ્યો ન હતો.

તિલક વર્માએ T20I મેચોમાં કેવું પ્રદર્શન કર્યું છે?

23 વર્ષના તિલક વર્માએ ભારત માટે અત્યાર સુધીમાં 40 T20I મેચ રમી છે. આ દરમિયાન તેને 49.29 ની એવરેજ અને 144 ના સ્ટ્રાઈક રેટથી 1183 રન બનાવ્યા છે. તેને આ ફોર્મેટમાં 2 સદી પણ ફટકારી છે, આ સિવાય 6 અડધી સદી પણ ફટકારી છે. એશિયા કપની ફાઈનલમાં તિલકએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં અણનમ 69 રનની રમત રમીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. આ વર્લ્ડકપમાં પણ તેની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.

આ પણ વાંચો: T20 WC વોર્મ-અપ મેચનું શેડ્યૂલ જાહેર, જાણો ક્યાં જોઈ શકશો લાઈવ?

  • Follow us on: