T20 વર્લ્ડકપ 2026 પહેલા ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામેની 5 મેચની T20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું. વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન, જે લાંબો સમય બહાર રહ્યા પછી શાનદાર ઈનિંગ રમી છે. તિલક વર્માની ગેરહાજરીમાં કિશનને ત્રીજા નંબરે રમવાની તક આપવામાં આવી હતી, આ સ્થાનનો તેને સંપૂર્ણ લાભ લીધો હતો.


ઈશાન કિશને આ સિરીઝમાં 200 થી વધુ રન બનાવ્યા હતા, પરંતુ તેને 1 સદી અને 1 અડધી સદી પણ ફટકારી હતી. અંતિમ મેચમાં સદી ફટકારવા બદલ ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો, ત્યારબાદ તેને વર્લ્ડકપ માટેની પોતાની યોજનાઓ વિશે વાત કરી હતી.

મારું સંપૂર્ણ ધ્યાન વર્લ્ડકપ પર છે: ઈશાન કિશન

ટીમ ઈન્ડિયાએ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે T20 સિરીઝની અંતિમ મેચ રમી. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 271 રન બનાવ્યા. ત્રીજા નંબર પર બેટિંગ કરતા ઈશાન કિશનએ માત્ર 43 બોલનો સામનો કરીને 103 રનની શાનદાર ઈનિંગ રમી.

જ્યારે ઈશાનને આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો, ત્યારે તેને પોતાના નિવેદનમાં કહ્યું, "હું શરૂઆતમાં થોડી સાવધાનીપૂર્વક બેટિંગ કરી રહ્યો હતો અને અભિષેક શર્મા સાથે બેટિંગ કરવાથી ખરેખર મદદ મળી. તમે તેના ઈરાદાને જુઓ, તમે ટીમને જરૂરી ગતિ સમજો છો અને પછી તમે બોલને જોઈને તે મુજબ રમવાનો પ્રયાસ કરો છો. અમારામાંથી કોઈ પણ વ્યક્તિગત સિદ્ધિઓ વિશે ચિંતા કરતું નથી અને ટીમ સમાન માનસિકતા ધરાવે છે."

ઈશાન કિશને વધુમાં કહ્યું કે ભલે તમે કોઈ માઈલસ્ટોનની નજીક હોવ, પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તમે તે સમયે સિંગલ્સ લેવાનું શરૂ કરો છો, તો પછીથી તમને એવું લાગશે કે તમે મોટો સ્કોર કરવાની તક ગુમાવી દીધી છે. તેથી જો બોલ ફટકારવાનો હોય, તો તમારે તેને ફટકારવો પડશે, વ્યક્તિગત માઈલસ્ટોન પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. હવે મારું સંપૂર્ણ ધ્યાન વર્લ્ડકપ પર છે. ત્યાં વધુ સખત મહેનતની જરૂર છે. મહત્વની વાત એ છે કે આ ફોર્મને આગળ ધપાવવું અને ત્યાં પણ યોગદાન આપતા રહેવું.

ઈશાનને ઓપનિંગ કરવાની મળી શકે છે તક

ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં ટીમ ઈન્ડિયા માટે એક ચિંતા 2026 T20 વર્લ્ડકપ પહેલા સંજુ સેમસનનું ફોર્મ હતું. સિરીઝની બધી મેચોમાં ઓપનિંગ કરનાર સંજુ સેમસન 5 ઈનિંગમાં ફક્ત 46 રન બનાવી શક્યો. અંતિમ મેચમાં ઈશાન કિશનને વિકેટકીપિંગ માટે બોલાવવામાં આવ્યો. આગામી T20 વર્લ્ડકપમાં તિલક વર્માની ટીમ ઈન્ડિયામાં વાપસી સાથે તેનો નંબર 3 સ્લોટ નિશ્ચિત માનવામાં આવે છે, જ્યારે સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવાની અપેક્ષા છે. આ સ્થિતિમાં ઈશાન કિશનને અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરવાની તક મળી શકે છે.

આ પણ વાંચો: U19 World Cupમાં પાકિસ્તાનની ખરાબ ફિલ્ડિંગ, એક જ બોલ પર કરી 2 મોટી ભૂલ



  • Follow us on: