અંડર-19 વર્લ્ડકપની સુપર 6 મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી. વૈભવ સૂર્યવંશી અને એરોન જ્યોર્જે પહેલી વિકેટ માટે 47 રનની પાર્ટનરશીપ કરી.


આ મેચમાં વૈભવને સારી શરૂઆત મળી, પરંતુ તે તેને મોટી ઈનિંગમાં ફેરવી શક્યો નહીં. અંતે તે 22 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો. પાકિસ્તાનના ફિલ્ડરોએ આ મેચમાં એ જ ભૂલો કરી જે તેમની સિનિયર ટીમના ખેલાડીઓ કરે છે.

પાકિસ્તાનના ફિલ્ડરોએ એક જ બોલ પર બે ભૂલો કરી

આ મેચમાં પાકિસ્તાની ફિલ્ડરોએ એક મોટી ભૂલ કરી. પાકિસ્તાની બોલરે પહેલા વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનો કેચ છોડ્યો અને પછી તે જ બોલ પર રન-આઉટનો પ્રયાસ ચૂકી ગયો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ કેચ છોડવામાં આવ્યો તે પાકિસ્તાન માટે ખૂબ મોંઘો પડી શક્યો હોત, પરંતુ તે થયો નહીં. વૈભવ આ જીવનદાનનો લાભ લેવામાં નિષ્ફળ ગયો અને બીજા જ બોલે આઉટ થઈ ગયો.


પાકિસ્તાનના બોલરોએ કરી શાનદાર બોલિંગ

આ મેચમાં પાકિસ્તાનની ફિલ્ડિંગ ભલે ખરાબ રહી હોય, પરંતુ તેમના બોલરોએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. તેમને ભારતીય ટીમને 252 રનમાં ઓલઆઉટ કર્યા છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. વૈભવ સિવાય એરોન જ્યોર્જ 16 રન બનાવીને આઉટ થયો. આ મેચમાં કેપ્ટન આયુષ મ્હાત્રેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને તે ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. વિહાન મલ્હોત્રા 43 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો.

બંને ટીમો પાસે સેમીફાઈનલમાં પહોંચવાની તક

આ મેચ ભારત અને પાકિસ્તાન બંને માટે મહત્વપૂર્ણ છે. ભારત 3 મેચમાંથી 3 જીત સાથે સુપર સિક્સ સ્ટેન્ડિંગમાં બીજા નંબરે છે, જ્યારે પાકિસ્તાન 2 જીત સાથે ત્રીજા સ્થાને છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રન રેટમાં તફાવત ખાસ નથી. તેથી જો પાકિસ્તાન આજની મેચ વધારે માર્જિનથી જીતે છે, તો તે સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરશે. આ દરમિયાન ભારતે સેમીફાઈનલમાં સ્થાન મેળવવા માટે મેચ જીતવી પડશે અથવા નોંધપાત્ર હાર ટાળવી પડશે.

આ પણ વાંચો: WPL 2026 Playoff: મુંબઈ ઈન્ડિયન્સ પાસે હજુ પણ એલિમિનેટર સુધી પહોંચવાની તક, જાણો કેવી રીતે


  • Follow us on: