બાંગ્લાદેશ હવે 2026 ના T20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયું છે. સ્કોટલેન્ડે તેનું સ્થાન લીધું છે. ICC એ BCB અધિકારીઓને ખાતરી આપી હતી કે જો બાંગ્લાદેશી ખેલાડીઓ ભારત જાય તો તેમની સુરક્ષા કરવામાં આવશે, પરંતુ ટીમ તેની મેચ શ્રીલંકા ખસેડવા પર અડગ રહી. સ્કોટલેન્ડ હવે બાંગ્લાદેશની જગ્યાએ વર્લ્ડ કપના ગ્રુપ C માં રમશે. નવી ટીમના આગમનથી વર્લ્ડ કપના શેડ્યુલમાં થોડો ફેરફાર થયો છે.


T20 વર્લ્ડકપ અપડેટ કરેલુ શેડ્યૂલ

બાંગ્લાદેશને ગ્રુપ Cમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, નેપાળ અને ઈટાલી સાથે મૂકવામાં આવ્યું હતું. સ્કોટલેન્ડે હવે આ ગ્રુપમાં બાંગ્લાદેશનું સ્થાન લીધું છે. તેમની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે થશે, જ્યારે 9 ફેબ્રુઆરીએ તેઓ ઈટાલીનો સામનો કરશે, જે પહેલી વાર T20 વર્લ્ડ કપમાં રમી રહ્યું છે. સ્કોટલેન્ડનો ત્રીજો મુકાબલો 14 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે થશે અને તેમનો અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ 17 ફેબ્રુઆરીએ નેપાળ સામે થશે.

સ્કોટલેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ - 7 ફેબ્રુઆરી (બપોરે 3 વાગ્યે)

સ્કોટલેન્ડ વિરુદ્ધ ઈટાલી - 9 ફેબ્રુઆરી (સવારે 11 વાગ્યે)

સ્કોટલેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડ - 14 ફેબ્રુઆરી (બપોરે 3 વાગ્યે)

સ્કોટલેન્ડ વિરુદ્ધ નેપાળ - 17 ફેબ્રુઆરી (સાંજે 7 વાગ્યે)

વર્લ્ડકપ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે.

2026 T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે, જેની ફાઇનલ મેચ 8 ફેબ્રુઆરીએ રમાશે. શરૂઆતના દિવસે, 7 ફેબ્રુઆરીએ ત્રણ બ્લોકબસ્ટર મેચ રમાશે. પાકિસ્તાન વિરુદ્ધ નેધરલેન્ડ, સ્કોટલેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વિરુદ્ધ યુએસએ 7 ફેબ્રુઆરીએ રમાશે.

પાકિસ્તાન વિરુદ્ધ નેધરલેન્ડ

સ્કોટલેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ

ભારત વિરુદ્ધ યુએસએ

ભારત-પાકિસ્તાન મેચ ક્યારે છે?

ભારત અને પાકિસ્તાન ગ્રુપ A માં છે, જેમાં યુએસએ, નામિબિયા અને નેધરલેન્ડ્સનો પણ સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ટકરાશે. મેદાનની બહાર ચાલી રહેલા તણાવ વચ્ચે, સમગ્ર ક્રિકેટ જગત ભારત-પાકિસ્તાન મેચ પર નજર રાખશે.

આ પણ  વાંચો - Joe Rootએ રચ્યો ઇતિહાસ, આ કારનામું કરનારો પ્રથમ ઈંગ્લિશ બેટ્સમેન બન્યો


  • Follow us on: