અમદાવાદમાં રમાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતે ઇતિહાસ રચી દીધો છે.યોગની જન્મભૂમિ એવા ભારતના એથ્લીટોએ વૈશ્વિક મંચ પર પોતાનો એકહથ્થુ દબદબો જમાવતા કુલ 114 મેડલ પોતાના નામે કર્યા છે.આ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે અભૂતપૂર્વ પ્રદર્શન કરીને 102 ગોલ્ડ મેડલ મેળવીને મેડલ ટેલીમાં સર્વોપરી શિખર સર કર્યું છે.આ ઐતિહાસિક પ્રદર્શન સાથે જ ભારતે વિશ્વ યોગાસન ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ ફરી એકવાર મજબૂત રીતે સ્થાપિત કરી દીધું છે.


મેડલ ટેલીમાં ભારત ટોપ પર, જાપાન બીજા ક્રમે

અમદાવાદના આંગણે રમાયેલી આ વૈશ્વિક સ્પર્ધામાં દુનિયાભરના દેશોએ ભાગ લીધો હતો, પરંતુ ભારતીય ખેલાડીઓની ક્ષમતા આગળ કોઈ ટકી શક્યું નહોતું. મેડલ ટેલીની વાત કરીએ તો:

  • ભારત: 114 મેડલ (102 ગોલ્ડ સાથે પ્રથમ સ્થાન)
  • જાપાન: 11 મેડલ સાથે બીજા સ્થાને
  • નેપાળ: કુલ 52 મેડલ જીતવામાં સફળ રહ્યું
  • ઉઝબેકિસ્તાન: કુલ 25 મેડલ મેળવ્યા

આર્જેન્ટિનાની નબીલા બરાઝા સૌથી સફળ એથ્લીટ

આ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓના દબદબા વચ્ચે વિદેશી એથ્લીટોએ પણ પોતાના પ્રદર્શનથી લોકોના દિલ જીત્યા હતા. આર્જેન્ટિનાની સ્ટાર ખેલાડી નબીલા બરાઝા આ આખી ટૂર્નામેન્ટની સૌથી સફળ એથ્લીટ તરીકે ઉભરી આવી છે. તેણે પોતાની અદભુત ફ્લેક્સિબિલિટી અને સંતુલનથી જજ અને રમતપ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.અમદાવાદમાં યોજાયેલી આ સફળ વર્લ્ડ ચેમ્પિયનશિપના કારણે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં યોગાસન રમતને એક નવી ઓળખ અને મોટું પ્રોત્સાહન મળશે તે ચોક્કસ છે.

આ પણ વાંચો - World Yoga Championship : આર્જેન્ટિનાની નાબિલા સોલ બારાઝાએ અમદાવાદમાં જીત્યા 5 મેડલ


  • Follow us on: