મહિલા પ્રીમિયર લીગ 2026 ની નવમી લીગ મેચમાં, RCB નો સામનો નવી મુંબઈમાં DY પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ગુજરાત જાયન્ટ્સ સાથે થયો હતો જેમાં રાધા યાદવની ધમાકેદાર અડધી સદી અને શ્રેયંકા પાટિલની પાંચ વિકેટની મદદથી RCB એ ગુજરાત જાયન્ટ્સને 32 રનથી હરાવ્યું હતું અને જીતની હેટ્રિક પૂર્ણ કરી.


ગુજરાત 18.5 ઓવરમાં 150 રન બનાવીને ઓલઆઉટ

ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આરસીબીએ 20 ઓવરમાં 7 વિકેટે 182 રન બનાવ્યા, જેનાથી ગુજરાતને 183 રનનો લક્ષ્યાંક મળ્યો. જવાબમાં, ગુજરાતે 18.5 ઓવરમાં 150 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું.

RCB નો આ સિઝનમાં સતત ત્રીજો વિજય

આ RCB નો આ સિઝનમાં સતત ત્રીજો વિજય હતો, જ્યારે ગુજરાતની ચોથી મેચમાં આ તેનો બીજો પરાજય હતો. આ જીત સાથે, RCB ના કુલ સ્કોર છ પોઈન્ટ પર પહોંચી ગયા, જેનાથી તેઓ પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં આવી ગયા.

રાધાની ધમાકેદાર અડધી સદી

RCB ઓપનર હેરિસ 17 રન બનાવી આઉટ થઇ હતી જ્યારે સ્મૃતિ મંધાના 5 રન બનાવી આઉટ થઇ, જ્યારે હેમલતા પણ નિષ્ફળ રહી, તેણે 4 રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી દીધી. ગૌતમી પણ 9 રન બનાવી આઉટ થઈ. રાધા યાદવે 36 બોલમાં અડધી સદી ફટકારી અને 66 રન બનાવી આઉટ થઈ. રિચાએ સારી ઇનિંગ રમી, 28 બોલમાં 44 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી સોફી ડિવાઇને 3 વિકેટ લીધી, જ્યારે કેશવી ગૌતમે 2 વિકેટ લીધી.

ગુજરાત તરફથી શ્રેયંકાએ 5 વિકેટ લીધી

ગુજરાત તરફથી બેથ મૂનીએ 27 રન બનાવ્યા, જ્યારે સોફી ડિવાઇને 8 રન બનાવ્યા. કનિકાએ 16 રન બનાવ્યા, જ્યારે ગાર્ડનર 3 રન બનાવી આઉટ થઇ. ટીમ તરફથી ભારતી ફુલમણીએ સૌથી વધુ 39 રન બનાવ્યા, જ્યારે કાશવી ગૌતમે 18 રન બનાવ્યા. તનુજા કંવરે 21 રન બનાવ્યા. RCB તરફથી શ્રેયંકા પાટિલે શાનદાર બોલિંગ કરી, 3.5 ઓવરમાં 23 રન આપીને 5 વિકેટ લીધી, જ્યારે લોરેન બેલે પણ 3 વિકેટ લીધી.


આ પણ વાંચો-----    U19 World Cup: બાંગ્લાદેશ સામે રમશે વૈભવ સૂર્યવંશી, જાણો કયાં અને ક્યારે રમાશે મેચ?

  • Follow us on: