દિવાળીના તહેવારની ઉજવણીમાં ભારતીય ચાહકોનો અનોખો અંદાજ જોવા મળ્યો છે. WWEના દિગ્ગજ રેસલર રે મિસ્ટિરિયોના ચાહકોએ તેમની રંગબેરંગી માસ્કવાળી રંગોળી બનાવીને તેમને ખાસ ભેટ આપી હતી. આ રંગોળી જોઈને રે મિસ્ટિરિયો પણ ખૂબ પ્રભાવિત થયો હતો અને તેણે ભારતીય ચાહકોનો આભાર માન્યો હતો. WWE ઇન્ડિયાએ પોતાના સોશિયલ મીડિયા પર આ રંગોળીનો વીડિયો અને તસવીરો શેર કરી હતી. તેમાં રે મિસ્ટિરિયોના જાણીતા માસ્કને રંગોળી દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો હતો. રે મિસ્ટિરિયોની ઓળખ તેના રંગબેરંગી માસ્ક અને '619' મૂવથી છે. ચાહકોએ આ જ ઓળખને રંગોળીમાં ઉતારી હતી.

રે મિસ્ટિરિયોએ શું કહ્યું?

રે મિસ્ટિરિયો પોતાના નજીકના મિત્ર અને રેસલર પેન્ટા સાથે હતો ત્યારે તેને આ રંગોળી બતાવવામાં આવી હતી. રંગોળી જોઈને તે આશ્ચર્યચકિત અને ખુશ થઈ ગયો હતો. તેણે ભારતીય ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવતાં કહ્યું, “હેપી દિવાળી ઇન્ડિયા. બુયાકા, રે મિસ્ટિરિયો, 619.” રે મિસ્ટિરિયો લગભગ ચાર દાયકાથી રેસલિંગની દુનિયામાં સક્રિય છે. 51 વર્ષીય આ રેસલર પોતાના અનોખા માસ્ક, હવામાંથી કરવામાં આવતા દાવ અને ઝડપી રેસલિંગ માટે જાણીતો છે.
https://www.instagram.com/reel/DfcTxK0C6e0/?utm_source=ig_web_copy_link&obrf=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

ડ્રૂ મેકઇન્ટાયરે પણ પાઠવી શુભેચ્છા

રે મિસ્ટિરિયો ઉપરાંત WWEના પૂર્વ અનડિસ્પ્યુટેડ ચેમ્પિયન ડ્રૂ મેકઇન્ટાયરએ પણ ભારતીય ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. WWE ઇન્ડિયાના સત્તાવાર એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવેલા સંદેશમાં તેણે કહ્યું હતું કે, તે ભારતના તમામ લોકોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવા માગે છે. ડ્રૂ મેકઇન્ટાયર WWEના જાણીતા રેસલર્સમાં સામેલ છે. તે ત્રણ વખત અનડિસ્પ્યુટેડ WWE ચેમ્પિયન અને એક વખત વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન બની ચૂક્યો છે. આ ઉપરાંત તેણે એક વખત રોયલ રમ્બલ અને મની ઇન ધ બેન્ક પણ જીત્યું છે.

આ રીતે દિવાળીના અવસરે WWEના રેસલર્સે ભારતીય ચાહકો સાથે જોડાઈને તહેવારની ખુશી વહેંચી હતી.

આ પણ વાંચો: GTA 6 ના આ નવા લીકે મચાવી દીધો હડકંપ, 55 નવા ટ્રોફી ટાર્ગેટ્સ જોઈને ચોંકી ગયા ગેમર્સ!