• હવે IPL ખતમ થયા બાદ T20 વર્લ્ડકપ શરૂ થવા જઇ રહ્યો છે
  • ટીમ ઈન્ડિયાના લગભગ તમામ ખેલાડીઓ ન્યૂયોર્ક પહોંચી ગયા
  • ટીમ ઈન્ડિયા 5 જૂન બુધવારે આયર્લેન્ડ સામે પ્રથમ મેચ રમશે

IPL 2024 સમાપ્ત થઈ ગઇ છે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 26 મે, રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. શ્રેયસ ઐયરની કપ્તાની હેઠળની KKRએ જીતનો ઝંડો લહેરાવ્યો અને ટ્રોફી જીતી. હવે IPL ખતમ થયા બાદ T20 વર્લ્ડકપ શરૂ થશે, જેના માટે ટીમ ઈન્ડિયાના લગભગ તમામ ખેલાડીઓ અમેરિકાના ન્યૂયોર્ક પહોંચી ગયા છે. માત્ર 2-3 ખેલાડીઓ અમેરિકા પહોંચવાના બાકી છે.

પાકિસ્તાન સાથે ગ્રુપ Aમાં છે ભારતીય ટીમ

T20 વર્લ્ડકપની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ કરશે, જે 1 જૂનથી શરૂ થશે. જોકે, સમયના તફાવતને કારણે ભારતમાં ટુર્નામેન્ટ 2 જૂનથી શરૂ થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ ટુર્નામેન્ટના ગ્રુપ Aમાં છે, જેમાં ભારત સિવાય અમેરિકા, કેનેડા, પાકિસ્તાન અને આયર્લેન્ડ પણ સામેલ છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજની તમામ મેચો માત્ર અમેરિકામાં જ રમશે.

પ્રથમ મેચમાં આયર્લેન્ડ સામે ટકરાશે ભારત

ટીમ ઈન્ડિયા 5 જૂન બુધવારે આયર્લેન્ડ સામે T20 વર્લ્ડકપની પ્રથમ મેચ રમશે. આ પછી ટીમ ઈન્ડિયાનો બીજો મુકાબલો 9 જૂન રવિવારે પાકિસ્તાન સામે થશે. આ બંને મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

રોહિત શર્મા કરશે ભારતીય ટીમની આગેવાની

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 30 એપ્રિલે T20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્માને ટીમનો કેપ્ટન અને હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. 15 સભ્યોની ટીમ ઉપરાંત 4 રિઝર્વ ખેલાડીઓની પણ જાહેરાત કરવામાં આવી હતી.

T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ

  • પ્રથમ મેચ 05 જૂન, બુધવાર - ભારત વિ આયર્લેન્ડ - નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ન્યુ યોર્ક
  • બીજી મેચ 09 જૂન, રવિવાર – ભારત વિરુદ્ધ પાકિસ્તાન – નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ન્યૂયોર્ક
  • ત્રીજી મેચ, બુધવાર, 12 જૂન - ભારત વિ. યુએસએ, નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ન્યૂયોર્ક
  • ચોથી મેચ, 15 જૂન, શનિવાર – ભારત વિ કેનેડા, સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ, ફ્લોરિડા.

T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર સિંહ ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

રિઝર્વ: શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, આવેશ ખાન.

  • Follow us on: