- વેસ્ટ ઈન્ડિઝની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ ટી20 સિરીઝ રમવા માટે નેપાળ પહોંચી
- ખેલાડીઓ પોતાનો સામાન ટેન્પોમાં રાખતા જોવા મળ્યા હતા
- સોશિયલ મીડિયા પર વેસ્ટ ઈન્ડિઝની ટીમની મજાક ઉડાવાઇ
વેસ્ટ ઈન્ડિઝના કેટલાક ખેલાડીઓ IPL 2024માં રમી રહ્યા છે, આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ ટી20 સિરીઝ રમવા માટે નેપાળ પહોંચી ગઈ છે. શ્રેણીની પ્રથમ મેચ 27 એપ્રિલે રમાશે. હવે સોશિયલ મીડિયા પર વેસ્ટ ઈન્ડિઝની ટીમની મજાક ઉડાવવામાં આવી રહી છે. વાસ્તવમાં, વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ જ્યારે એરપોર્ટથી બહાર આવ્યા હતા તે સમયનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના પર ચાહકો ખૂબ જ રમુજી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
નેપાળમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમનો મજાક બન્યો
જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ નેપાળ પહોંચી અને ખેલાડીઓ એરપોર્ટની બહાર આવ્યા ત્યારે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ પોતાનો સામાન ટેન્પોમાં રાખતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હવે યુઝર્સ આ વીડિયો પર વિવિધ રીતે કોમેન્ટ પણ કરી રહ્યા છે.
?" target="_blank">https://twitter.com/mufaddal_vohra/status/1783395768155685000?
એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું, આમાં કંઈ ફની નથી. દરેક દેશમાં શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી હોતું પરંતુ હા, તેઓ તેને વધુ સારી રીતે મેનેજ કરી શક્યા હોત. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, આ દિવસ હજુ જોવાનો બાકી હતો.
અન્ય એક યુઝરે લખ્યું કે નેપાળનું ક્રિકેટ આગળ વધવા લાગ્યું છે અને તેમની ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. પડોશી દેશોના ક્રિકેટ બોર્ડે નેપાળને તેનું ક્રિકેટ માળખું સુધારવામાં મદદ કરવી જોઈએ કારણ કે નેપાળ ક્રિકેટ ટીમ સાચા માર્ગ પર છે. નેપાળની મુલાકાત લેતી મોટી INTL ટીમોને જોઈને આનંદ થયો.