• ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ધર્મશાળામાં મેચ
  • ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
  • ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં સૂર્યકુમાર યાદવને મળ્યું સ્થાન

વર્લ્ડકપ 2023માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ ધર્મશાળાના હિમાચલ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આ બંને ટીમ આ વર્લ્ડકપમાં એક પણ મેચ હારી નથી, પરંતુ આજે એક ટીમનો વિજય રથ થંભી જશે. આ મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે આ મેચમાંથી બહાર છે અને તેના સ્થાને સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બીજો ફેરફાર એ છે કે શાર્દુલ ઠાકુરની જગ્યાએ મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

20 વર્ષથી નથી જીતી ટીમ ઈન્ડિયા

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ છેલ્લા 20 વર્ષથી ICC ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામે જીતવામાં સફળ રહી નથી. આવી સ્થિતિમાં આજે રોહિત એન્ડ કંપની 20 વર્ષનો વિજય દુષ્કાળ ખતમ કરવાનો પ્રયાસ કરશે. વર્લ્ડકપના ઈતિહાસમાં આ બંને ટીમો 8 વખત સામસામે આવી ચુકી છે. જેમાંથી ન્યૂઝીલેન્ડે 5 અને ભારતીય ટીમે 3માં જીત મેળવી છે.

ધર્મશાળામાં બંને ટીમનો રેકોર્ડ

આ મેદાન પર ભારતનો રેકોર્ડ 50-50નો રહ્યો છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમે અહીં રમાયેલી એકમાત્ર મેચ જીતી છે. આજે જે પણ ટીમ આ મેચ જીતશે, તે વર્લ્ડકપ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી જશે.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ભારત- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીય યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ

ન્યૂઝીલેન્ડ- ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (કેપ્ટન અને વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યૂસન અને ટ્રેન્ટ બોલ્ટ

  • Follow us on: