- બ્રિટેન સામે રમાયેલી મેચમાં અમિત રોહિદાસને બતાવવામાં આવ્યું હતું રેડ કાર્ડ
- તકનીકી પ્રતિનિધિ ફૂટેજ જોઈને નક્કી કરશે કે ફાઉલ છે કે નહીં
- હોકી ઈન્ડિયાના અધિકારીઓએ આ મામલે જતાવી નારાજગી
ભારતીય ટીમનો મુખ્ય ડિફેન્ડર અમિત રોહિદાસનું પરિસ ઓલિમ્પિકમાં મંગળવારે યોજાનાર પુરુષ હોકી સેમીફાઈનલમાં રમવા અંગે અનિશ્ચિતતા વધી રહી છે. કારણ કે રવિવારે છેલ્લા 8 મેચમાં બ્રિટેન સામે રમાયેલી મેચમાં તેમને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. રોહિદાસની હોકી અજાણ્યાથી હરીફ ખેલાડીને લાગી ગઈ હોવાથી તેમને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું.
મેચ દરમિયાન રેડ કાર્ડ મળવાથી ક્યાં પગલા લેવામાં આવે છે
ફૂટબોલમાં રેડ કાર્ડ મળવાથી ખેલાડી આગામી મેચમાંથી બહાર થઈ જાય છે. પરંતુ હોકીમાં અંપાયર તેમની રિપોર્ટ તકનીકી પ્રતિનિધિને આપશે જે ફૂટેજ જોઈને નક્કી કરશે કે ફાઉલ જાણી જોઈને કરવામાં આવ્યું છે કે નહીં. જો ફાઉલ જાણી જોઈને કરવામાં આવ્યું હશે તો રોહિતદાસ સેમીફાઈનલમાંથી બહાર થઈ જશે.
હું અમિતનો સાથ આપીશ: ભારતના મુખ્ય કોચ
એક અધિકારીએ કહ્યું કે, નિર્ણય ઘટનાની ગંભીરતા પર નિર્ભર હશે. ભારતના મુખ્ય કોચ ફુલ્ટોને કહ્યું કે, તે તેમના ખેલાડીનું પુરું સમર્થન કરશે, પરંતુ આ સમયે તેમને વિશ્વાસ નથી તે આવી સ્થિતિ કેવા કારણોસર બની. તેમણે વઘુમાં કહ્યું કે, મારે તેની તપાસ કરવી પડશે અને તેની સાથે વાત કરવી પડશે. પરંતુ જો કોઈના માથા પર લાગ્યું હશે તો કાંઈક ખોટું થઈ શકે છે. તેમ છતાં હું અમિતનો સાથ આપીશ. ફુલ્ટોને વધુમાં કહ્યું કે, તમારે હંમેશા એ જોવાનું હોય કે અહીંયા ભૂલ થઈ છે. એટલા માટે આવું થવા પહેલા શું થયું, અમે તેની તપાસ કરીશું.
હોકી ઈન્ડિયાના અધિકારીઓ આ રેડ કાર્ડ બતાવવા મામલે જતાવી નારાજ
જો કે હોકી ઈન્ડિયાના અધિકારીઓ આ રેડ કાર્ડ બતાવવાથી નારાજ જતાવી છે, પરંતુ તેઓએ સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો નથી. તેમ છતાં તેણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. હોકી ઈન્ડિયાએ આમાં ઘણા મોટા મુદ્દાઓને આવરી લીધા હતા. જેમાં હોકી ઈન્ડિયાએ ત્રણ મહત્વના મુદ્દાઓ પર રોહિદાસને બતાવવામાં આવેલા રેડ કાર્ડના સંબંધમાં અસંગત વીડિયો અમ્પાયર રિવ્યુનો ઉલ્લેખ કર્યો હતો. સાથે-સાથે શૂટઆઉટ દરમિયાન વીડિયો ટેબલેટના ઉપયોગ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. હોકી ઈન્ડિયાએ આમાં કહ્યું કે, આ નિર્ણયથી વીડિયો રિવ્યુ સિસ્ટમ પરનો વિશ્વાસ ખતમ થઈ ગયો છે.
શૂટઆઉટ દરમિયાન વીડિયો ટેબલોનના ઉપયોગ પર ઉઠ્યા સવાલો
તેમણે વધુમાં કહ્યું કે, શૂટઆઉટ દરમિયાન ગોલપોસ્ટની પાછળથી ગોલકીપરને કોચિંગ આપવું અને શૂટઆઉટ દરમિયાન ગોલકીપર દ્વારા વીડિયો ટેબલેટનો ઉપયોગ કરવો. આ ઘટનાઓએ ખેલાડીઓ, કોચો અને ચાહકોની વચ્ચે અંપાયરિંગ પ્રકિયા પર વિશ્વાસ ઓછો કરી દીધો છે. હોકી ઈન્ડિયા ખેલની અખંડતા બનાવી રાખવા અને ભવિષ્યની મેંચોમાં નિષ્પક્ષ ખેલની ખાતરી કરવા માટે આ મામલાની સંપૂર્ણ સમીક્ષા માટે આહવાન કરે છે.