- પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ખેલાડીઓ માટે કરશે ખાસ વ્યવસ્થા
- પાકિસ્તાનના ખેલાડીઓ સાથે આવી શકે છે ફિઝિયોલોજિસ્ટ
- ICC ODI કપના દબાણનો સામનો કરવામાં કરશે મદદ
પાકિસ્તાનની ટીમ ODI વર્લ્ડ કપ 2023 માટે ભારત આવવાની છે. PCB ખેલાડીઓને ICC ODI કપના પ્રેશરનો સામનો કરવા માટે મદદ કરવા માટે એક ખાસ યોજના તૈયાર કરી રહ્યું છે. જે માટે પાકિસ્તાન ક્રિક્રેટ બોર્ડ ટીમના ખેલાડીઓ સાથે એક ખાસ વ્યક્તિને મોકલી શકે છે.
ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન રમાશે. આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનની ટીમ ભારતનો પ્રવાસ કરવાની છે. પાકિસ્તાનની ટીમ છેલ્લે વર્ષ 2016માં ટી-20 વર્લ્ડ કપ રમવા માટે ભારત આવી હતી. આવી સ્થિતિમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ICC ODI કપના દબાણનો સામનો કરવા માટે ખેલાડીઓની મદદ માટે એક ખાસ યોજના તૈયાર કરી રહ્યું છે. તે ટીમની સાથે કોઈ ખાસ વ્યક્તિને ભારત મોકલી શકે છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ખાસ પ્લાન બનાવી રહ્યું છે
ખેલાડીઓને દબાણનો સામનો કરવામાં મદદ કરવા માટે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ટીમ સાથે ફિઝિયોલોજિસ્ટ(મનોચિકિત્સક) મોકલવાની શક્યતાઓ શોધી રહ્યું છે. પીસીબીના અધ્યક્ષ જકા અશરફની કેપ્ટન બાબર આઝમ સાથેની મુલાકાત બાદ જ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. બાબર હાલમાં લંકા પ્રીમિયર લીગ (LPL)માં કોલંબો સ્ટ્રાઈકર્સ તરફથી રમી રહ્યો છે. પીસીબીના એક અધિકારીએ કહ્યું, 'ઝાકા અશરફ માને છે કે ખેલાડીઓ સાથે મનોચિકિત્સક હોવું મદદરૂપ થશે. ખાસ કરીને જ્યારે તેઓ સારૂ પ્રદર્શન ન કરી રહ્યા હોય અથવા ભારતના પ્રવાસમાં બાહ્ય દબાણ અનુભવી રહ્યા હોય.
મનોવિજ્ઞાની મકબૂલ બાબરી ભારતના પ્રવાસે આવ્યા હતા
પીસીબીના અધિકારીએ કહ્યું કે મનોચિકિત્સકની હાજરી પાકિસ્તાન માટે ફાયદાકારક રહેશે કારણ કે ટીમ 2016 પછી પહેલી વખત ભારતનો પ્રવાસ કરી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, “જ્યારે ઝાકા અશરફ (PCB) છેલ્લી વખત અધ્યક્ષ હતા, ત્યારે તેમણે જાણીતા મનોવિજ્ઞાની મકબૂલ બાબરીને ખેલાડીઓ સાથે કામ કરવા માટે બોલાવ્યા હતા. બાબરી 2012-13માં ટીમ સાથે ભારત ગયો હતો.
અધિકારીએ જણાવ્યું કે 2011ના વર્લ્ડ કપ માટે પાકિસ્તાનના ખેલાડીઓના ભારત પ્રવાસ પહેલા સ્પોર્ટ્સ સાયકિયાટ્રિસ્ટ સાથે એક સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન તેની વર્લ્ડ કપ 2023 મેચ હૈદરાબાદ, કોલકાતા, બેંગલુરુ, ચેન્નાઈ અને અમદાવાદમાં રમશે.