• ક્રિક્રેટ મેટમાં 10 રીતે બેટ્સમેન આઉટ થઈ શકે છે
  • આઉટ થવા પર ઘણીવાર વિવાદ સર્જાતા હોય છે
  • થંર્ડ અંમ્પાયર છેલ્લે પોતાનો નિર્ણય આપે છે

ક્રિક્રેટમાં ઘણીવાર આઉટ કરવા પર વિવાદો સર્જાતા હોય છે. થોડા સમય પહેલા જ એશિઝ સીરિઝમાં બેયરસ્ટોને રન આઉટ કરવા પર બહુ મોટો વિવાદ સર્જાયો હતો. જેમાં પર બંને દેશના પીએમઓએ પણ પોતપોતાની પ્રતિક્રિયા આપી હતી. પરંતુ શું તમે જાણો છો કે કોઈપણ બેટ્સમેન કેટલા પ્રકારે આઉટ થઈ શકે છે.

સમયની સાથે ક્રિકેટમાં લોકોની રુચિ વધી છે. ક્રિકેટ હવે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે. હવે મોટાભાગના દેશોએ સત્તાવાર રીતે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું છે. ક્રિકેટ રમવાની સાથે સાથે દર્શકોની પણ કમી નથી. તો શું તમે જાણો છો કે ક્રિકેટમાં બેટ્સમેન 10 રીતે આઉટ થઈ શકે છે. આવો જાણીએ બેટ્સમેનના આઉટ થવાના તમામ નિયમો.

1. બોલ્ડ

જ્યારે બોલરનો લીગલ બોલ સીધો સ્ટમ્પ પર અથડાવે છે, ત્યારે બેટ્સમેન બોલ્ડ થાય છે. બોલ સીધો અથડાતો હોય કે બેટ અને બોડીને અડીને સ્ટમ્પને અથડાતો હોય, દરેક રીતે તેને આઉટ ગણવામાં આવે છે.

2. કેચ આઉટ

ક્રિકેટ મેચમાં કેચ દ્વારા ઘણી વિકેટો પડી જાય છે. જ્યારે બેટ્સમેન હવામાં શોટ રમે છે અને ફિલ્ડિંગ ટીમનો ફિલ્ડર બોલને જમીન પર પડ્યા વિના કેચ કરે છે, ત્યારે તેને કેચ આઉટ માનવામાં આવે છે. એક કેચ તમને મેચ જીતાડી શકે છે અને તમને હરાવી પણ શકે છે.

3. લેગ બિફોર વિકેટ (LBW)

જો બોલ બેટ્સમેનના બેટ સાથે અથડાયો ન હોય અને સીધો તેના શરીર પર એવી રીતે અથડાયો હોય કે જો બેટ્સમેન ત્યાં ન હોય તો તે સ્ટમ્પ પર અથડાયો હોત, આ રીતે બેટ્સમેનને આઉટ આપવામાં આવે છે અને તેને LBW કહેવામાં આવે છે.

4. રન આઉટ

રન પૂરો કરવા માટે બેટ્સમેને ભાગીને ક્રિઝની અંદર પહોંચવું પડે છે. જો ફિલ્ડિંગ ટીમ બેટ્સમેન ક્રિઝ પર પહોંચે તે પહેલા સ્ટમ્પને ફટકારે છે, તો બેટ્સમેનને રન આઉટ આપવામાં આવશે.

5. સ્ટમ્પિંગ

બેટ્સમેને મર્યાદિત વર્તુળમાં બેટિંગ કરવાની હોય છે, આ વર્તુળને ક્રીઝ કહેવામાં આવે છે. જો રમતી વખતે બેટ્સમેન ક્રિઝની બહાર આવી જાય અને બોલ પાછળ ઉભેલા વિકેટકીપર પાસે જાય, તો કીપર સ્ટમ્પની ગિલ્લીઓને વેરવિખેર કરીને બેટ્સમેનને આઉટ કરે, તેને સ્ટમ્પિંગ કહેવામાં આવે છે.

6. હિટ વિકેટ

બેટિંગ કરતી વખતે, જો બેટ્સમેનના શરીરનો કોઈ ભાગ અથવા બેટ સ્ટમ્પ સાથે અથડાય છે, તો આ સ્થિતિમાં બેટ્સમેનને હિટ વિકેટ દ્વારા આઉટ જાહેર કરવામાં આવે છે.

7. ફિલ્ડમાં અવરોધ ઉત્પન્ન કરવો

જો કોઈ બેટ્સમેન ફિલ્ડિંગ ટીમને અવરોધે છે અથવા ફિલ્ડિંગ ટીમના થ્રોની સામે આવે છે, તો આવી સ્થિતિમાં બેટ્સમેનને આઉટ જાહેર કરવામાં આવે છે.

8. ટાઈમ આઉટ

એક બેટ્સમેનના આઉટ થયા પછી, બીજા બેટ્સમેનને ક્રિઝ પર પહોંચવા માટે થોડો સમય આપવામાં આવે છે, જો બીજો બેટ્સમેન સમયસર ક્રીઝ પર ન પહોંચે, તો તેને ટાઇમ આઉટ દ્વારા આઉટ કરવામાં આવે છે. ટેસ્ટ અને ODIમાં બેટ્સમેનને ક્રિઝ પર આવવા માટે 2 મિનિટ અને T20 ઈન્ટરનેશનલમાં 90 સેકન્ડ મળે છે.

9. માંકડિંગ આઉટ

જો નોન-સ્ટ્રાઈકર એન્ડ પર બેટ્સમેન બોલ ફેંકતા પહેલા ક્રિઝ છોડીને જતો હોય, તો બોલર નોન-સ્ટ્રાઈકર એન્ડના ગિલ્લીઓને વેરવિખેર કરીને તેને આઉટ કરી શકે છે. આને માંકડિંગ આઉટ કહેવામાં આવે છે. આ પ્રકારની વિકેટ ઘણીવાર ચર્ચામાં રહે છે.

10. હેડલ્ડ ધ બોલ

જો કોઈ બેટ્સમેન ફિલ્ડિંગ ટીમની પરવાનગી વિના બોલને કેચ કરે છે અથવા બ્લોક કરે છે, તો આવી સ્થિતિમાં બેટ્સમેનને આઉટ આપવામાં આવે છે.

  • Follow us on: