• કોહલી વેસ્ટ ઈન્ડિઝથી ભારત પરત ફર્યો છે
  • વિરાટની વાપસી માટે કરાઈ ખાસ વ્યવસ્થા
  • કોહલી ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા પરત આવ્યા

વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પરથી ભારત પરત ફર્યો છે. કોહલીને વેસ્ટ ઈન્ડિઝથી ખાસ ચાર્ટર્ડ પ્લેન દ્વારા મોકલવામાં આવ્યો હતો. જેના પર વિરાટ કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે.

કોહલીની વાપસી માટે કરાઈ ખાસ વ્યવસ્થા

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સીરિઝ રમાઈ રહી છે. વિરાટ કોહલી આ સીરિઝનો ભાગ નથી. તે ટેસ્ટ અને વનડે સીરિઝમાં રમ્યો હતો. કોહલીને બીજી અને ત્રીજી વનડેમાંથી આરામ આપવામાં આવ્યો હતો. જ્યારે પહેલી વનડેમાં બેટિંગ કરવાની તક મળી ન હતી. કોહલી વેસ્ટ ઈન્ડિઝથી ભારત પરત ફર્યો છે. તેઓ ખાસ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા પરત આવ્યા છે. કોહલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પ્લેનના કેપ્ટનનો આભાર માન્યો છે. સાથે જ કેપ્ટને પણ કોહલીનો આભાર માન્યો છે. કોહલીની વાપસી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

કોહલીએ ઈન્સ્ટા પર પોસ્ટ કરી માન્યો આભાર

કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. આ તસવીરો ખાસ ચાર્ટર્ડ પ્લેનની છે. આ કારણે તે વેસ્ટ ઈન્ડિઝથી ભારત પરત ફર્યો છે. કોહલીએ તસવીરો સાથે કેપ્શન લખ્યું છે. તેણે આમાં ફ્લાઈટના કેપ્ટન અબુ પટેલનો આભાર માન્યો છે. કોહલીની આ તસવીરોને લાખો લોકોએ લાઈક કરી છે. જ્યારે ઘણા લોકોએ કમેન્ટમાં વખાણ પણ કર્યા છે. ફ્લાઇટના કેપ્ટન અબુ પટેલે કોહલી માટે ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું કે હું ભાગ્યશાળી છું કે હું મારા આઈડોલ એરક્રાફ્ટ દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શક્યો છું.

ઉલ્લેખનીય છે કે, કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. તે વનડે સીરિઝની છેલ્લી બે મેચમાં પણ રમી શક્યો ન હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચમાં 197 રન બનાવ્યા હતા. આ દરમિયાન સદી પણ ફટકારી હતી.

  • Follow us on: