• ત્રીજી ટેસ્ટ મેચ માટે સિડની જઇ રહી હતી પાકિસ્તાની ટીમ
  • હફીઝને એરલાઇન સ્ટાફ દ્વારા બોર્ડિંગ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો
  • મોહમ્મદ હાફીઝ એરપોર્ટ પર મોડો પહોંચ્યો

પાકિસ્તાની ટીમ પોતાની અજીબોગરીબ હરકતોને કારણે ચર્ચામાં રહે છે. ઘણી વખત એવી કેટલીક ઘટનાઓ પણ સામે આવે છે, જેના વિશે જાણ્યા પછી આ ટીમની મજાક ઉડાવવામાં આવે છે. આ વખતે પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. પાકિસ્તાન ટીમના કોચ મોહમ્મદ હફીઝે પોતાની મજાક ઉડાવી છે. વાસ્તવમાં, ત્રીજી ટેસ્ટ મેચ માટે પાકિસ્તાની ટીમને મેલબોર્નથી સિડની જવાનું હતું. મોહમ્મદ હાફીઝ પણ ઓસ્ટ્રેલિયાને પાકિસ્તાન સમજીને મોડા એરપોર્ટ પહોંચ્યો હતો. તે તેની પત્ની સાથે આ ફ્લાઈટમાં જવાનો હતો.

મોહમ્મદ હાફીઝને ફ્લાઇટમાં ચઢવાથી અટકાવ્યો

એરપોર્ટ પર મોડા પહોંચ્યા બાદ મોહમ્મદ હાફીઝ આ ફ્લાઈટમાં ચઢવા માંગતો હતો પરંતુ તેને ચઢવા દેવામાં આવ્યો ન હતો. હફીઝને એરલાઇન સ્ટાફ દ્વારા બોર્ડિંગ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાની કોચ સિડની જવા માટે રવાના થઈ શક્યો ન હતો. હાફિઝ બોર્ડિંગ માટે સમયસર પહોંચ્યો ન હતો. આથી તે ટીમ સાથે સિડની જઈ શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાની ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. ટીમ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી ન હતી અને બે મેચ હારી હતી અને શ્રેણી પણ ગુમાવી હતી. પાકિસ્તાની ટીમ શરૂઆતની બંને મેચમાં હારી ચૂકી છે. બેટિંગ બિલકુલ સારી રહી નથી.

રિઝવાનને આઉટ અપાયા બાદ આપ્યું અજીબ નિવેદન

રિઝવાનને DRS દ્વારા આઉટ અપાયા બાદ હાફિઝે કહ્યું હતું કે ટેકનોલોજી આ સુંદર રમત માટે શ્રાપ સમાન છે. તેણે કહ્યું, "હું હંમેશા ટેક્નિકલતાનો સમર્થક રહ્યો છું, પરંતુ જો તે તમને ફાયદો આપે તો જ. જો તે થોડી શંકા પેદા કરે તો તે સ્વીકાર્ય ન હોવી જોઈએ. અમે આ સુંદર રમત ફંડામેન્ટલ્સ પર રમીએ છીએ. ટેક્નોલોજી ક્યારેક- ક્યારેક તે એવો નિર્ણય લે છે જે માણસો સમજી શકતા નથી બોલ વિકેટ સાથે અથડાય તો આઉટ આપવો જોઈએ, અમ્પાયર કોલ કેમ હોય છે?

રિઝવાન ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ છે અને તેણે મને કહ્યું કે તેને એવું પણ નથી લાગ્યું કે બોલ ગ્લોવ્ઝની નજીક ક્યાંય અડ્યો હોય. અમ્પાયરના નિર્ણયને પલટાવવા માટે નિર્ણાયક પુરાવા હોવા જોઈએ અને અહીં નહોતો.

1995 બાદથી પાકિસ્તાન નથી જીત્યુ ટેસ્ટ

બીજી તરફ યજમાન ઓસ્ટ્રેલિયાની ટીમ શ્રેણીમાં સ્વીપ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે. પાકિસ્તાની ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ જીતવાનો દુષ્કાળ ખતમ કરવા માંગે છે. પાકિસ્તાન 1995થી ઓસ્ટ્રેલિયામાં એક પણ ટેસ્ટ જીત્યું નથી, જે ઘણો લાંબો સમય છે. હાફિઝને એવા સમયે પાકિસ્તાની ટીમનો ડાયરેક્ટર બનાવવામાં આવ્યો જ્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. વર્લ્ડ કપ બાદ બાબર આઝમે કેપ્ટનશીપ છોડી દીધી હતી અને બાદમાં તેને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શાન મસૂદની કેપ્ટન્સીમાં પાકિસ્તાની ટીમ 3 ટેસ્ટ મેચની સિરીઝ રમવા ઓસ્ટ્રેલિયા ગઈ છે.

  • Follow us on: