- પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ ક્રિકેટ સિરીઝ રમાઈ રહી છે
- પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચની ટિકિટની કિંમત માત્ર 50 રૂપિયા રાખી
- ટિકિટના ઓછા ભાવ હોવા છતાં મેચ દરમિયાન સ્ટેડિયમ ખાલી
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ ક્રિકેટ સિરીઝ રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચેની મેચનો આજે ચોથો દિવસ છે. મેચના ત્રીજા દિવસના અંત સુધીમાં બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાન કરતા 122 રન પાછળ હતી. રાવલપિંડીમાં રમાઈ રહેલી આ મેચને જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો આવ્યા હતા, તેથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચની ટિકિટની કિંમત માત્ર 50 રૂપિયા રાખી છે, જે ભારતમાં 15 રૂપિયાની બરાબર છે. જો કે, ટિકિટના આટલા ઓછા ભાવ હોવા છતાં, દર્શકો અપેક્ષા મુજબ સ્ટેડિયમ પહોંચ્યા ન હતા, જેના કારણે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો છે.
PCBએ ટિકિટ ફ્રી કરી
મેચ દરમિયાન સ્ટેડિયમ ખાલી રહેવાના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે મોટો નિર્ણય લીધો છે. બોર્ડે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચના ચોથા અને પાંચમા દિવસ માટે ટિકિટ ફ્રી કરી છે. સ્ટેડિયમમાં દર્શકોની અછતને ધ્યાનમાં રાખીને PCB દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, બોર્ડ દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝમાં ટિકિટ ફ્રી કરવાનું કારણ વીકેન્ડ તરીકે આપવામાં આવ્યું છે.
PCBએ શું કહ્યું?
PCBએ ફ્રી ટિકિટ અંગે એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે. આ અખબારી યાદીમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના સભ્યો માટે સપ્તાહાંતના અવસર પર મફત ટિકિટની જાહેરાત કરવામાં આવી રહી છે. જેથી તેઓ ક્રિકેટ સ્ટારને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં આવી શકે. જે લોકોએ છેલ્લા 2 દિવસથી ટિકિટ ખરીદી છે તેમને આપોઆપ રિફંડ મળી જશે.
પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે
ICC ચેમ્પિયન્સ ટ્રોફી-2025 આવતા વર્ષે પાકિસ્તાનમાં રમાશે. પાકિસ્તાન આ ટૂર્નામેન્ટની યજમાની માટે જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે જેમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો સામેલ છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારત પાકિસ્તાન જશે કે કેમ કે ભારતની મેચો હાઇબ્રિડ મોડ પર રમાશે તે અંગે હજુ ચિત્ર સ્પષ્ટ નથી.