• T20 વર્લ્ડકપમાં મેચ પાકિસ્તાન અને કેનેડા વચ્ચે રમાઈ
  • પ્રથમ બેટિંગ કરતા કેનેડાએ 106 રન બનાવ્યા હતા
  • પાકિસ્તાને આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી

T20 વર્લ્ડકપ 2024ની 22મી મેચ પાકિસ્તાન અને કેનેડા વચ્ચે રમાઈ હતી. આ મેચ બાબર આઝમની ટીમ માટે કરો યા મરો જેવી સ્થિતિ હતી. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં કેનેડાએ એરોન જોન્સની અડધી સદીની ઇનિંગને કારણે 20 ઓવરમાં સાત વિકેટે 106 રન બનાવ્યા હતા. પાકિસ્તાને 15 બોલ બાકી રહેતા કેનેડાને 7 વિકેટે હરાવ્યું છે. આપ્યું હતું.

શરૂઆતમાં જ લાગ્યો પ્રથમ ઝટકો

પાકિસ્તાની ટીમ ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરી ત્યારે સેમ અયુબ વહેલો આઉટ થઈ ગયો હતો, પરંતુ કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની 63 રનની ભાગીદારીએ પાકિસ્તાની ટીમની જીત સુનિશ્ચિત કરી હતી.

પાકિસ્તાનને 107 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કેનેડા માટે એરોન જ્હોન્સને સૌથી વધુ રન બનાવ્યા હતા. જ્હોન્સને 44 બોલમાં 52 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી અને કેનેડાને 100 રનનો સ્કોર પાર કરાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

આ મેચમાં ઈફ્તિખાર અહેમદના સ્થાને સામ અયુબને તક આપવામાં આવી હતી, જે માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. બીજી ઈનિંગમાં આ પીચ પર રન બનાવવા ખૂબ જ મુશ્કેલ લાગતા હતા, તેથી ટીમ પ્રથમ 6 ઓવરમાં માત્ર 28 રન જ બનાવી શકી હતી. કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને જવાબદારી લીધી અને સાથે મળીને 10 ઓવરમાં ટીમનો સ્કોર 59 રન સુધી પહોંચાડ્યો. બાબર અને રિઝવાનની ભાગીદારી કેનેડાને જીતથી દૂર લઈ જઈ રહી હતી. બાબર ક્રિઝ પર સેટ હતો, પરંતુ 15મી ઓવરમાં તે થર્ડ મેન તરફ શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે કીપરે કેચ પકડ્યો હતો. તેણે 33 રન બનાવ્યા હતા.

મોહમ્મદ રિઝવાનની શાનદાર ફિફ્ટી

પાકિસ્તાનને જીતવા માટે છેલ્લી 5 ઓવરમાં 22 રન બનાવવાના હતા. 16મી ઓવરમાં 11 રન આવ્યા, જેના કારણે પાકિસ્તાનની જીત માત્ર ઔપચારિકતા રહી ગઈ. આ દરમિયાન મોહમ્મદ રિઝવાને દબાણ હેઠળ 52 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. ટીમને જીતવા માટે 3 રનની જરૂર હતી ત્યારે ફખર ઝમાન 4ના સ્કોર પર આઉટ થયો હતો. ઉસ્માન ખાને ડબલ રન બનાવતા પાકિસ્તાન માટે વિનિંગ શોટ ફટકાર્યો હતો.

પાકિસ્તાને સુપર 8ની આશા જીવંત રાખી

તમને જણાવી દઈએ કે આ પહેલા પાકિસ્તાનને અમેરિકા અને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો તેને T20 વર્લ્ડકપ 2024ના સુપર-8માં જવાની આશા જીવંત રાખવી હોય તો તેના માટે દરેક કિંમતે કેનેડા પર જીત મેળવવી જરૂરી હતી. અહીંથી જો પાકિસ્તાનની ટીમ સુપર-8માં પોતાની આશાઓ સુધારવા માંગે છે તો તેણે આગામી મેચમાં આયર્લેન્ડને હરાવવું પડશે. આ ઉપરાંત, એવી પણ અપેક્ષા રાખવી જોઈએ કે યુએસએ તેની આગામી બે મેચ હારે.

  • Follow us on: