પાકિસ્તાન ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. બંને ટીમો વચ્ચેની આ સિરીઝ 7 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. શાન મસૂદની આગેવાની હેઠળની આ ટીમમાં સરફરાઝ અહેમદને વિકેટકીપર તરીકે તક મળી નથી. ટીમે તેના સ્થાને મોહમ્મદ રિઝવાનને તક આપી છે. આ જમણા હાથના બેટ્સમેને છેલ્લી સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 4 ઇનિંગ્સમાં 294 રન બનાવ્યા હતા. મુલતાન ક્રિકેટ સ્ટેડિયમ બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટની યજમાની કરશે.


બેન સ્ટોક્સ પ્રથમ ટેસ્ટ નહીં રમે

ઈંગ્લેન્ડનો દિગ્ગજ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પાકિસ્તાન સામેની ત્રણ મેચની સિરીઝની પ્રથમ મેચ નહીં રમે. ઓલરાઉન્ડરે કહ્યું કે 'ધ હન્ડ્રેડ' ટૂર્નામેન્ટમાં નોર્ધન સુપરચાર્જર્સ તરફથી રમતી વખતે હેમસ્ટ્રિંગની ઈજાનો ભોગ બન્યા બાદ તે હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. સ્ટોક્સ પ્રથમ મેચમાંથી બહાર થયા બાદ ઝડપી બોલર ક્રિસ વોક્સ અઢી વર્ષમાં તેની પ્રથમ વિદેશી ટેસ્ટ રમશે. 2016 પછી એશિયામાં આ તેની પ્રથમ ટેસ્ટ હશે.

પ્રથમ ટેસ્ટ માટેની પાકિસ્તાનની ટીમ

સઈમ અયુબ, અબ્દુલ્લા શફીક, શાન મસૂદ (કેપ્ટન), બાબર આઝમ, સઈદ શકીલ (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, સલમાન અલી આગા, આમિર જમાલ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, અબરાર અહેમદ.

પ્રથમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગસ એટકિન્સન, બ્રાઈડન કાર્સ, જેક લીચ, શોએબ બશીર.


  • Follow us on: