- આજે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
- ચેન્નઇના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે મેચ
- પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હસન અલી બીમાર
આજે વર્લ્ડકપ 2023ની 26મી મેચ આજે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હસન અલીને સાઉથ આફ્રિકા સામેની મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી પાકિસ્તાનની ટીમ 5માંથી માત્ર 2 મેચ જીતી શકી છે. પાકિસ્તાનને છેલ્લી ત્રણ મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં પાકિસ્તાનને સેમી ફાઈનલની રેસમાં ટકી રહેવા માટે આ મેચ ખુબ જ મહત્વની છે.
પાકિસ્તાન ફાસ્ટ બોલર બીમાર
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, "ફાસ્ટ બોલર હસન અલી બીમાર હોવાથી તે સાઉથ આફ્રિકા સામેની મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં." પીસીબીએ કહ્યું કે હસનને ગઈકાલે રાત્રે તાવ આવ્યો હતો, પરંતુ તે હવે સ્વસ્થ થઈ રહ્યો છે. હસનને બાકીની મેચો પહેલા સંપૂર્ણ સ્વસ્થ થવા માટે આરામ આપવામાં આવશે.
મોહમ્મદ વસીમ જુનિયર લઈ શકે છે સ્થાન
સૂત્રોના જણાવ્યા અનુસાર ફાસ્ટ બોલર મોહમ્મદ વસીમ જુનિયર હસન અલીનું સ્થાન લઈ શકે છે. નેધરલેન્ડ અને શ્રીલંકા સામેની જીત સાથે આશાસ્પદ શરૂઆત કર્યા બાદ, 1992ના ચેમ્પિયન પાકિસ્તાનને અફઘાનિસ્તાન સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ તેને ભારત અને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું.
5 મેચમાં 8 વિકેટ લીધી
હસન અલીના વર્લ્ડકપ પ્રદર્શનની વાત કરીએ તો તેણે છેલ્લી 5 મેચમાં 8 વિકેટ ઝડપી છે. જેમાં શ્રીલંકા સામે 71 રનમાં 4 વિકેટનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાદાબ ખાને મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, જો તમે માનતા હો તો ચમત્કાર થઇ શકે છે.