- આજે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
- ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ
- મેચ પહેલા આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાનું નિવેદન
વર્લ્ડકપ 2023માં સાઉથ આફ્રિકાએ અત્યાર સુધી શાનદાર ફોર્મ બતાવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં સાઉથ આફ્રિકાએ 5 માંથી 4 મેચમાં જીત મેળવી છે અને પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આજે સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચ પહેલા સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ કહ્યું કે, પાકિસ્તાન સામે 350 રન બનાવશે.
અંડર લાઇટ હેઠળ બેટિંગ કરવી વધુ સારી
ગુરુવારે મેચ પહેલા સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ મીડિયા સાથે વાત કરી હતી. આફ્રિકન કેપ્ટને મેચ પહેલા કહ્યું કે તે ચેન્નાઈની પિચ પર ટોસ જીતીને પહેલા બોલિંગ કરવા માંગશે. તેણે કહ્યું, “મેં પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનની મેચ જોઈ અને મને લાગ્યું કે અંડર લાઇટ હેઠળ બેટિંગ કરવી વધુ સારી રહેશે. તેથી મને લાગે છે કે તે બેટિંગના દૃષ્ટિકોણથી ફાયદાકારક છે.”
પ્રથમ બેટિંગ કરીને ઘણી સફળતા મેળવી
તેણે આગળ કહ્યું, “સ્વાભાવિક રીતે અમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે અમે પ્રથમ બેટિંગ કરીને ઘણી સફળતા મેળવી છે. તેથી સદનસીબે, મારે અત્યારે આ નિર્ણય લેવાની જરૂર નથી. પરંતુ મને લાગે છે કે ટુર્નામેન્ટમાં અમારે ક્યાંક પાછળથી બેટિંગ કરવી પડશે. બેટ્સમેન તરીકે, અમે પ્રથમ બેટિંગ કરતી વખતે જે અભિગમ અપનાવીએ છીએ તેવો જ અભિગમ અમે રન ચેઝ કરતી વખતે પણ અપનાવીશું
અમને તક મળશે તો 350 રન બનાવશું
અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં મોટો સ્કોર કરી રહેલા સાઉથ આફ્રિકાના કેપ્ટને પાકિસ્તાનના બોલરોને ચેતવણી આપતા કહ્યું, “જો અમને 350 રન બનાવવાની તક મળશે તો અમે કરીશું અને 350થી વધુ રન બનાવા શક્ય નહીં હોય તો અને પરિસ્થિતિ અનુરૂર રમીશું.
બંને ટીમોનું છેલ્લી મેચોમાં પ્રદર્શન
સાઉથ આફ્રિકાએ છેલ્લી બંને મેચ જીતી છે. છેલ્લી બે મેચમાં ટીમે ઈંગ્લેન્ડને 229 રને અને બાંગ્લાદેશને 149 રને હરાવ્યું હતું. જો પાકિસ્તાન પર નજર કરીએ તો ટીમને છેલ્લી ત્રણ મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે.